પાટીદાર યુવા સંગઠન પાટણ દ્વારા સ્નેહમિલન અને પાટીદાર યુવા સંગઠનના નવા વરાયેલા પ્રમુખ ,મંત્રી અને ચેરમેનનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રમુખ નિલમ પટેલ, મંત્રી ઉજ્વલ પટેલ, ચેરમેન સંજય પટેલ સહિત નું સન્માન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં .કારોબારી અને પ્રમુખ ,મંત્રી ,ચેરમેન દ્વારા કે.સી.પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું કે. સી. પટેલે સમાજ ઉપયોગી અને સમાજના ઉત્થાન માટેની વાત કરી હતી ત્રણેય કોર્પોરેટરો મુકેશભાઈ જે. પટેલ ,બકાભાઇ પટેલ ,જયેશભાઈ પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું .પ્રમુખ નિલમ પટેલ નું સન્માન કે.સી. પટેલ ,કોર્પોરેટર મુકેશ જે. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
અહેવાલ. કમલેશ પટેલ. પાટણ