પાટણ શહેરમાં પાઠક સાહેબની ગુરુગાદી ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી

0
7

સેવકો અને ભકતોએ ગોપાળભાઇ પાઠક સાહેબને ફુલહાર પહેરાવી આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી..

પાટણ તા.23
પાટણ સ્થિત કરંડિયા વીર દાદાના મંદિર ખાતે રવિવારે નવચંડી યજ્ઞનું ધર્મમય માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે શહેરના ગોળશેરીમાં આવેલ પુજય પાઠક સાહેબની ગુરુગાદી ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં ગોપાળભાઇ પાઠક સાહેબ શોભાયાત્રામાં શણગારેલ ખુલ્લી જીપમાં બિરાજમાન થયા હતા.
બેન્ડવાજાની સુરીલી સરગમ સાથે ગુરુગાદી ખાતેથી પ્રસ્થાન પામેલી શોભાયાત્રા શહેરના જુદા જુદા માર્ગો પર થઇ કરંડિયા વીર દાદાના મંદિર ખાતે પહોંચી હતી. શોભાયાત્રા જે તે માર્ગો પરથી પસાર થતાં સેવકો અને ભકતોએ ગોપાળભાઇ પાઠક સાહેબને ફુલહાર પહેરાવી તેમના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
મંદિર પરિસર ખાતે નવચંડી હવન યોજાયો હતો. જેના દર્શન પ્રસાદનો લાભ ભાવિક ભક્તો એ લીધો હતો.
રીપોટર કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here