દૂષિત પાણીના કારણે વિસ્તારના રહીશોમાં ઝાડા-ઊલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ ઊભી થઈ..
દૂષિત પાણી મામલે વિસ્તારના કોર્પોરેટરો સહિત પાલિકા સત્તાધીશોનું ધ્યાન દોરવા છતાં સમસ્યા જૈસે થૈ..
પાટણ તા.27
પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરીજનોની મુશ્કેલીઓ દૂર કરવાના બદલે દિવસે દિવસે મુશ્કેલીમાં વધારો કરતા હોય તેવા બનાવ પ્રકાશમાં આવી રહ્યા છે છેલ્લા એક સપ્તાહથી પાટણ શહેરના આવું છે વોર્ડ નંબર 2 અને 3 નાં કેટલાક વિસ્તારોમાં પાલિકા દ્વારા અપાતા પાણી દુર્ગંધયુક્ત અને દૂષિત આવતું હોવાની બુમરાણ ઉઠવા પામી છે તો આ બાબતે આ વિસ્તારના કોર્પોરેટર સહિત પાલિકા તંત્ર નુ ધ્યાન દોરવા છતાં આજદિન સુધી આ સમસ્યાનો ઉકેલ તંત્ર દ્વારા લાવવામાં નહી આવતાં વિસ્તારના લોકો માં આ વિસ્તારના કોર્પોરેટર સહિત પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
પાટણ શહેરના વેરાઈ ચકલા, છિડીયા દરવાજા સહિતના કેટલાક વિસ્તારોમાં એક સપ્તાહથી પાલિકા દ્વારા પાણી દૂષિત અને દુર્ગંધ આવતા હોય જુના કારણે આ વિસ્તારના રહીશોમાં ઝાડા-ઊલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ ઉભી થવા પામી છે તો આ બાબતે પાલિકા તંત્ર સહિત વિસ્તારના કોર્પોરેટરોને અવગત કરાયા હોવા છતાં આજ દિન સુધી આ દુષિત પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ રહીશો સેવી રહ્યા છે ત્યારે પાલિકા સત્તાધીશો દ્વારા વિસ્તારની સમસ્યાની સાથે-સાથે પાટણના નગરજનોની સુવિધા બાબતે સભાન બની યુદ્ધના ધોરણે પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવા કટીબધ્ધ બને તેવી માંગ પ્રબળ બનવા પામી છે.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ