પાટણ શહેરના છિડીયા દરવાજા સમિપ શ્રી રાફડાવાળા ગોગા મહારાજ નો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો…

0
16

નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો માં પાટણ શહેર ની ધમૅ પ્રેમી જનતા એ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી..

આ વિસ્તાર નાં કોર્પોરેટર ગોપાલ સિંહ રાજપૂત, દિનેશભાઈ મિસ્ત્રી અને દિનેશભાઈ ધીવાળા સહિતના ભક્તજનો એ જહેમત ઉઠાવી પ્રસંગ દિપાવ્યો..

પાટણ તા.23
ધર્મ ની નગરી પાટણ શહેરમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો ભક્તજનોના આસ્થાના પ્રતિક સમા શોભાયમાન બની રહ્યા છે ત્યારે પાટણ શહેરના છિડીયા દરવાજા નજીક આવેલ શ્રી રાફડાવાળા ગોગા મહારાજ નું મંદિર પણ ભક્તજનો નાં આસ્થા નું કેન્દ્ર બની રહ્યું છે પરંતુ વર્ષો પૂર્વે બનેલા આ ગોગા મહારાજ નું મંદિર જીણૅ બનતાં અને ભક્તજનોની આસ્થા ને ઢેસ પહોંચતી હોય જેને ધ્યાનમાં રાખીને ભક્તજનો ની અરજ અને પ્રાથૅના સહ આ વિસ્તારના કોર્પોરેટર અને અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતાં ગોપાલસિંહ રાજપૂત ને મંદિર બાબતે અવગત કરતાં આ મંદિરનાં નવ નિમૉણ નું બીડું ઝડપી લઇ ગોગા મહારાજ નાં ભક્તજનો અને દાતાઓના સહયોગથી શ્રી રાફડાવાળા ગોગા મહારાજ નાં મંદિરનું નવ નિમૉણ કાયૅ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
મંદિર પરિસર ખાતે રવીવાર નાં શુભ દિવસે શ્રી રાફડાવાળા ગોગા મહારાજ ની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો સાથે ભક્તિ સભર માહોલમાં ગોગા મહારાજ ને મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.આ ધાર્મિક વિધિ પાટણના જાણીતા ભૂદેવો ભક્તિ સંગીત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી.
જેનો પાટણ શહેર ની ધમૅ પ્રેમી જનતા એ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
આ ધાર્મિક પ્રસંગને દિપાવવા વિસ્તારના કોર્પોરેટર ગોપાલ સિંહ રાજપૂત, દિનેશભાઈ મિસ્ત્રી, દિનેશભાઈ ધીવાળા સહિતના ગોગા મહારાજના ભક્તજનોએ જહેમત ઉઠાવી હતી.
રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here