પાટણ યુનિવર્સિટી દ્વારા કોરોના કાળ માં બંધ રખાયેલ આંતર કોલેજ વિવિધ રમત ગમત સ્પર્ધા ઓનો ૨૫ નવેમ્બર થી પ્રારંભ…

0
8

ચેસ, બેડમિન્ટન, કબડ્ડી, વોલીબોલ,ટેબલ ટેનિસ, બાસ્કેટ બોલ જેવી વિવિધ સ્પર્ધાઓ યુનિવર્સિટી સહિત સંલગ્ન કોલેજો ખાતે યોજાશે..

પાટણ તા.૨૩
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા છેલ્લા 2 વર્ષ થી કોરોના ના કારણે બંધ થયેલ સ્પર્ધાઓ પુનઃ શરૂ કરવા માટે આગામી વર્ષ 2021-22 થી આંતર કોલેજ સ્પર્ધાઑનું આયોજન કરવામાં આવ્યું હોવાનું યુનિવર્સિટી નાં સુત્રોએ જણાવ્યું હતું .
સુત્રો તરફથી મળતી હકીકત મુજબ કોરોના કાળ દરમિયાન સદંતર રમત ગમત ની સ્પર્ધા બંધ હતી પરંતુ હાલમાં કોરોના ની લહેર મંદ પડતાં યુનિ સંલગ્ન કોલેજ ના ખેલાડીઓ માટે સરકાર ની કોરોના ગાઈડ લાઈન નાં પાલન સાથે વિવિધ સ્પધૉઓ જેવી કે ચેસ, બેડમિન્ટન, કબડી, વોલીબોલ,ટેબલ ટેનિસ અને બાસ્કેટ બોલ સહિતની સ્પર્ધાઓ યુનિ સંલગ્ન કોલેજો માં યોજાશે.
તો આ સ્પધૉમાં યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજો ના ખેલાડીઓ ભાગ લેશે.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી સમય માં યુનિ સંલગ્ન કોલેજની ચેસ, બેડમિન્ટન,કબડી,વોલીબોલ,ટેબલ ટેનિસ અને બાસ્કેટ બોલની પ્રથમ તબક્કા ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાઈઓ બહેનો ની ચેસ સ્પર્ધા નું આયોજન ડી એન પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ખાતે આગામી 25 નવેમ્બર ના રોજ યોજાશે તો ભાઈઓ બહેનો ની બેડમિન્ટન સ્પર્ધા આર.એમ પ્રજાપતિ આર્ટસ કોલેજ સતલાસણા ખાતે 27 નવેમ્બર ના રોજ યોજાશે.ભાઈઓની કબડી સ્પર્ધા નું આયોજન પાટણ એમ.એન.સાયન્સ કોલેજ ખાતે 1 ડિસેમ્બર ના રોજ યોજાશે,જયારે બહેનો ની કબડી સ્પર્ધા 3 ડિસેમ્બર ના રોજ એમ.એન.સાયન્સ કોલેજ ખાતે યોજાશે. ભાઈઓ, બહેનોની વોલીબોલ સ્પર્ધા યુનિ ના ફિઝિકલ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ ખાતે 6 ડિસેમ્બર ના રોજ યોજાશે.ભાઈઓ, બહેનો ની ટેબલ ટેનિસ સ્પર્ધા બી પી પી આર્ટસ કોમર્સ કોલેજ ઊંઝા ખાતે 11ડિસેમ્બરે યોજાશે .જયારે ભાઈઓ બહેનોની બાસ્કેટ બોલ સ્પર્ધા એસ એસ એમ આર્ટસ એન્ડ એમ એમ પી કોમર્સ કોલેજ હિંમતનગર ખાતે આગામી 13 ડિસેમ્બર ના રોજ યોજાશે.
તો બીજા તબક્કાની સ્પર્ધાઓ જાન્યુઆરી ફેબ્રુઆરી દરમ્યાન યોજાનાર હોવાનું યુનિ ના શારીરિક શિક્ષણ નિયામક ડો ચિરાગભાઈ પટેલ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here