મહેસાણા સબઝોન વિભાગના સંયોજિકા રાજ યોગીની બ્રહ્માકુમારી સરલાદીદી ના વરદ્ હસ્તે ઉદ્ઘાટન કરાયું…
પ્રસંગને દિપાવવા પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલ,ભાજપ અગ્રણી મોહનભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા..
બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય પાટણ પરિવાર દ્વારા સુંદર આયોજન કરાયું..
પાટણ તા.23
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વ્યસન મુક્તિ તેમજ ઈશ્વરીય જ્ઞાન નો મહિમા જન જન સુધી પ્રસરાવી પરમપિતા પરમાત્મા શિવ બાબાના કાયૅ માં અવિરતપણે કાયૅ કરતી બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય પાટણ પરિવાર દ્વારા પાટણ સમીપ પાટણ ઉંઝા હાઇવે માર્ગ પર હાસાપુર નજીક આવેલ દિવ્ય દશૅન ભવનનું નિમૉણ કરવામાં આવ્યું છે.
આ નવ નિર્મિત દિવ્ય દશૅન ભવનમાં રવીવાર નાં શુભદિને જ્ઞાન કળશ ની સ્થાપના સાથે ગૃહ પ્રવેશ પ્રસંગ ભક્તિ સભર માહોલમાં કરવામાં આવ્યો હતો.
પરમ પિતા પરમાત્મા શિવબાબા ની યાદમાં આયોજિત આ ભક્તિ સભર પ્રસંગમાં મહાનુભાવો સાથે બ્રહ્માકુમારી ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી પ્રસંગને દિપાવ્યો હતો.
કોરોનાની ગાઈડ લાઈન ને ધ્યાનમાં રાખીને સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવેલા
પાટણ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા નવનિર્માણ પામેલ દિવ્ય દર્શન ભવન ખાતેના જ્ઞાન કળશ સ્થાપન અને દિવ્ય દશૅન નાં ગૃહ પ્રવેશ પ્રસંગના ઉદધાટક તરીકે મહેસાણા સબ ઝોન વિભાગના સંયોજિકા રાજ યોગીની બ્રહ્માકુમારી સરલાદીદી તેમજ અતિથિ વિશેષ પદે પાટણના ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ,ભાજપ અગ્રણી મોહનભાઇ પટેલ,
ડો.કાતિભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પવિત્ર પ્રસંગને યાદગાર બનાવવા પાટણ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયનાં મુખ્ય સંચાલિકા પ.પૂ.નિલમદીદી સહિત નિતાદીદી,નિધીદીદી તેમજ બ્રહ્માકુમારી ભાઈ-બહેનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પવિત્ર પ્રસંગે પાટણ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયની પાટણ ખાતે શરૂઆત કયૉ નાં 48 વષૅ પૂર્ણ થતાં કેક કાપી પરમ પિતા શિવ પરમાત્મા નો ધ્વજ લહેરાવી ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત બ્રહ્માકુમારી સરલાદીદી સહિત પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલ,ભાજપ અગ્રણી મોહનભાઇ પટેલે પ્રસંગોચિત ઉદબોધન કરી જન જન સુધી પરમ પિતા પરમાત્મા શિવ બાબા નો સંદેશો પહોંચાડનાર બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય પાટણ પરિવાર ને શુભેચ્છાઓ પાઠવી હતી.
રીપોટર. કમલેશ પટેલ પાટણ