પાટણ પંથકમાં ખાતરની બુમરાણ ને લઈ પાટણ ધારાસભ્ય એ સરકારી ડેપો ની મુલાકાત લીધી…

0
5

ડેપો સંચાલકો ખેડૂતો ને મળવા પાત્ર ખાતર નહીં આપી પોતાનાં મળતીયાઓ ને બારોબાર પધરાવી દેતાં હોવાનો ધારાસભ્ય નો આક્ષેપ…

પાટણ પંથકના ખેડૂતો ને સમયસર અને પુરતો ખાતરનો જથ્થો ઉપલબ્ધ નહીં બને તો સરકારે ડેપો ને તાળાબંધી કરી કલેકટર કચેરી ખાતે હંગામો કરાશે : કિરીટ પટેલ..

પાટણ તા.21
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ખાતરની કૃતિમ અછત ઊભી કરી કેટલાક મળતીયાઓ બારોબાર ખાતરનો વેપાર કરતા હોવાની ખેડૂતોની રજૂઆતના પગલે પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલે શુક્રવારના રોજ પાટણ શહેરના નવા માર્કેટ યાર્ડ ખાતે સરકારી નર્મદા ખાતર ડેપો ની મુલાકાત લીધી હતી.
ધારાસભ્ય ની મુલાકાત દરમિયાન આ સરકારી નમૅદા ખાતર નો ડેપો બંધ જોવા મળતા અને ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો જોતા પાટણના ધારાસભ્યએ ખેડૂતો ની પૂછપરછ કરતા તેઓને જાણવા મળ્યું હતું કે સરકારી ડેપો ગઈ કાલે સવારે 11:00 વાગ્યાથી બંધ છે અને ખાતર માટે ખેડૂતો રાહ જોઇને ઊભા છે છતાં ખાતર ડેપો ના સંચાલકો હજી સુધી આવ્યા નથી તો કેટલાક ખેડૂતોએ ધારાસભ્યને જણાવ્યું હતું કે પોતે ચાર થેલી ખાતરની ખરીદી હોય અને તેઓના મોબાઇલમાં બાર થેલી ખરીદી કર્યાનો મેસેજ આવ્યો છે ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પાટણના ધારાસભ્ય દ્વારા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી,ખાતર ડેપો અધિકારી,સચીવ અને પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરી સઘળી હકીકત જણાવતા પાટણવા માર્કેટયાર્ડમાં સરકારી ખાતર નો ડેપો ચલાવતા સંચાલક ડેપો ખાતે દોડી આવ્યા હતા અને ધારાસભ્ય ડો. કીરીટ પટેલને તેઓએ જણાવ્યું હતું કે સવારથી જ મોટા પ્રમાણમાં ખેડૂતો ખાતર લેવા માટે આવતા હોય અને ડેપો પર માથાકૂટ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખી ડેપો બંધ રાખવામાં આવ્યો હોય તેમ જણાવી પોતાનો બચાવ કર્યો હતો.
પાટણ નવા માર્કેટ યાર્ડ ખાતે સરકાર હસ્તકનો નર્મદા ખાતર ડેપો દ્વારા ખેડૂતોને મળવાપાત્ર ખાતરનો જથ્થો પોતાના મળતિયાઓને બારોબાર પધરાવી દેવાતો હોવાના આક્ષેપ સાથે પાટણના ધારાસભ્ય એ પાટણ પંથકના ખેડૂતોને તાત્કાલિક ધોરણે અને સમયસર ખાતરનો જથ્થો ઉપલબ્ધ બનાવવામાં નહીં આવે તો નવા માર્કેટ યાર્ડ ખાતે ના સરકારી ખાતર ડેપો ને તાળાબંધી કરી કલેકટર કચેરી ખાતે ઉગ્ર દેખાવો કરાશે તેવી ચીમકી આપી પાટણના ખેડૂતો ને ખાતર પૂરું પાડવામાં આવે તેવી માંગ પાટણના ધારાસભ્ય દ્વારા કરવામાં આવતા ખેડૂતોએ પણ ધારાસભ્યની વાતને સમર્થન આપી ખાતર નહીં મળે તો ધારાસભ્ય ની સાથે તાળાબંધી કાર્યક્રમમાં અને કલેકટર કચેરી ખાતે દેખાવો કરવાના કાર્યક્રમમાં પાટણ પંથકના ખેડૂતો જોડાશે તેવો લલકાર કર્યો હતો..
રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here