એક સ્ટોલ ની હરાજી પેટે રૂ. 19300 મળી કુલ 11 સ્ટોલ ની રૂ.2,12,300 આવક પાલિકા ને મળી..
ફટાકડા સ્ટોલ ની હરાજી ઔપચારિક હરાજી બની રહી હોવાનો ગણગણાટ..
પાટણ નગરપાલિકા દ્વારા દિવાળી પર્વને અનુલક્ષીને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ફટાકડાના હંગામી સ્ટોલ માટેની જાહેર હરાજી સોમવારના રોજ પાલિકાના સભાખંડમાં ખાતે પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી જો કે ફટાકડાના સ્ટોલની જાહેર હરાજી માં દરેક સ્ટોલ ની હરાજી એક જ ભાવથી આપી દેવામાં આવતા આ હરાજી માત્ર ઔપચારિક હરાજી બની રહી હોય તેવો ગણગણાટ સાંભળવા મળ્યો હતો.
દર વર્ષની જેમ દિવાળીના પર્વને અનુલક્ષીને પાટણ નગરપાલિકા દ્વારા શહેરના પ્રગતિ મેદાન નજીકની નગરપાલિકાની ખુલ્લી જગ્યામાં ૧૧ જેટલા ફટાકડાના સ્ટોલ ની જાહેર હરાજી સોમવારના રોજ પાલિકાના સભાખંડમાં ખાતે આયોજીત કરવામાં આવી હતી.આ ફટાકડાના સ્ટોલ ની જાહેર હરાજીમાં ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા ૧૧ જેટલા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટોલની અપસેટ વેલ્યુ રૂ.19000 નકકી કરી બોલી બોલવામાં આવતાં દરેક સ્ટોલ રૂ.19300 ની બોલી ઉપર ન જતાં તમાંમ સ્ટોલ એક જ ભાવથી પાલિકા દ્વારા આપવામાં આવતાં પાલિકા ને રૂ.2,12,300 ની આવક થવા પામી હતી. જોકે એક જ ભાવથી તમામ સ્ટોલ ફાળવી દેવામાં આવતાં આ હરાજી ઔપચારીક હરાજી બની હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો.
જોકે હરાજીમાં ફટાકડા સ્ટોલ મેળવનાર વેપારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અન્ય લોકો દ્વારા લારીઓમાં ફટાકડાનુ વેચાણ કરનારાં સામે પાલીકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી ફટાકડાનું વેચાણ બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
ફટાકડા નાં હંગામી સ્ટોલ ની હરાજી કાયૅક્રમ માં પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ,ચિફ ઓફિસર પાંચાભાઈ માળી, પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.