સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો સહિત સંતો મહંતો એ ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવ્યા…
ભરવાડ સમાજ નાં યુવાવર્ગ નાં શૈક્ષણિક કાર્ય માટે આ શૈક્ષણિક સંકુલ આશિર્વાદ રૂપ બની રહેશે..
પાટણ તા.૧૫
શિક્ષણ ની ચેતના ને જાગૃત કરવાનો દિવસ એટલે વિજયાદશમી નો દિવસ આજના પવિત્ર દિવસે અણહિલ ભરવાડ નામથી પ્રસ્થાપિત બનેલ અણહિલપુર ની ઐતિહાસિક અને શૈક્ષણિક નગરી પાટણ નાં આગણે સમસ્ત ભરવાડ સમાજ શિક્ષણ સંકુલ નો ભૂમિ પૂજન પ્રસંગ સમાજના રાજકીય આગેવાનો, પ્રતિષ્ઠિત અગ્રણીઓ અને સંતો મહંતો ની ખાસ ઉપસ્થિત માં શહેર નાં ટી બી ત્રણ રસ્તા નજીક પાયલ પાકૅ સોસાયટી પાસે આયોજિત કરવામાં આવ્યો હતો.
અણહિલપુર પાટણ ના આંગણે દશ પરગણા ભરવાડ સમાજ નાં અંદાજિત ૧૦ કરોડનાં ખર્ચે નિર્માણ પામનારા સુવિધા સભર શૈક્ષણિક સંકુલ નાં ખાતમૂહુર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા સમાજના રાજકીય આગેવાન અને ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ,પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલ, પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિત સમાજના શ્રદ્ધેય સંત વયૅ પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ ધનશ્યામપુરી બાપુ ગુરૂ શ્રી શિવપુરી બાપુ સહિતના મહાનુભાવો નું પાટણ ટી બી ત્રણ રસ્તા નજીક આવેલ આનંદ પ્રકાશ વિદ્યાલયના પટાંગણમાં ભવ્ય સામૈયું કરી શણગારેલી બગીમાં બિરાજમાન કરાવી ભરવાડ સમાજ નાં નવીન આકાર પામનારા શૈક્ષણિક સંકુલ સ્થળે વાજતે ગાજતે લઈ
જઈને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
આ શિક્ષણ સંકુલ નાં ખાતમૂહુર્ત પ્રસંગે પધારેલા સમાજનાં રાજકિય, સામાજિક આગેવાનોએ ભરવાડ સમાજના યુવા ધનને શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી બનાવવામાં આ શિક્ષણ સંકુલ ખુબ ઉપકારક બની રહેશે તેમ જણાવી સમાજનો યુવા વગૅ શિક્ષણ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરે તેવી હિમાયત કરી હતી.
સમાજના સંતવયૅ પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ મહંત શ્રી ધનશ્યામપુરી બાપુ ગુરૂ શ્રી શિવપુરી બાપુ એ પોતાના રૂડા આશીર્વાદ પાઠવી આજના સમયને અનુરૂપ શૈક્ષણિક સંકુલ નાં નિમૉણ થકી ભરવાડ સમાજ પણ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિના સોપાન સર કરે તેવા અંતરથી આશિષ પાઠવ્યા હતા.
પાટણ ખાતે આકાર પામનારા ભરવાડ સમાજ નાં શૈક્ષણિક સંકુલ નાં ખાતમૂહુર્ત પ્રસંગે શૈક્ષણિક સંકુલ નાં કાયૅકારી પ્રમુખ ભરવાડ જકશીભાઈ ધનાભાઈ સહિતના કાયૅકરો એ જહેમત ઉઠાવી હતી.