પાટણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રમેશ મેરજાએ સાતી ગામમાં યોજાયેલ રાત્રિસભામાં ગ્રામજનોને રસીકરણનું મહત્વ સમજાવી આગામી સમયમાં સંભવિત ત્રીજી લહેર સામે સાવધાની રાખવા માર્ગદર્શન કર્યું હતું. તેમજ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરી લાભ લેવા અનુરોધ તેમણે કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી મહામહિમ રાજ્યપાલશ્રી પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી છે ત્યારે ખેડૂતોને મળી તેમનું માર્ગદર્શન કર્યું હતું.
આ તબક્કે જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારીશ્રી અરવિંદ પ્રજાપતિ, સરપંચશ્રી, શાળાના આચાર્યશ્રી તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ