ગ્રામ્ય કક્ષાએ કોરોના સંક્રમણ ફેલાતો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વેલન્સ સહિત વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ પાટણ તાલુકાના રૂની ગામની મુલાકાત લીધી હતી અને કામગીરીની જાત માહિતી મેળવી સમીક્ષા કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કોરોના પોઝિટિવ દર્દીઓની મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા હતા તથા પ્રજાજનોને ફરજિયાત માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવી રાખવા સરકારશ્રીની માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું હતું.
ગ્રામ પંચાયતની મુલાકાત લઇ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ વિકાસ કામોની સમીક્ષા હાથ ધરી હતી તેમજ ઇ-ગ્રામ સેન્ટરની મુલાકાત લઇ વી.સી.ઈ. મારફતે અપાતી વિવિધ સેવાની કામગીરીની સમીક્ષા કરી હતી.
તાલુકા આરોગ્ય અધિકારીશ્રી અને આરોગ્યકર્મીઓ સાથે રસીકરણ અને સર્વેલન્સની કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન આપવા સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગ્રામ્ય કક્ષાએ કોવિડ કેર સેન્ટર માટે નક્કી કરેલ સ્થળ પ્રાથમિક શાળાની મુલાકાત લઇ જરૂરી સુવિધાઓ બાબત ચકાસણી કરી હતી
ગ્રામ્ય મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ રસીકરણ પર ભાર મૂકી ૧૫થી ૧૭ વર્ષના બાકી રહી ગયેલ તરૂણોને સો ટકા રસીકરણ હેઠળ આવરી લેવા સરપંચ તેમજ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. આ મુલાકાત દરમ્યાન તાલુકા વિકાસ અધિકારીશ્રી અરવિંદ પ્રજાપતિ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી. પાટણ
રીપોટર. રાજુભાઈ પટેલ પાટણ