આજરોજ ચાણસ્મા જાયન્ટ દ્વારા ચાણસ્મા મહાજન પાંજરાપોળમાં મુંગા પશુઓને દાણ ખવડાવવા માં આવ્યું. ચાણસ્માના પટેલ પરેશભાઈ નારણભાઈ તરફથી મળેલા ૫૧૦૦/- રૂપિયા ના દાન થી મુંગા પશુઓને સાત બોરી પશુદાણ ખવડાવીને પુણ્યનું ભાથું મેળવેલ છે. આ પ્રસંગે ચાણસ્મા જાયન્ટ ના પ્રમુખ શ્રી વસંતભાઇ પટેલ, જાયન્ટ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ, ઝોન ૧ ના શ્રી બીપીનભાઈ પટેલ મંત્રી શ્રી નારણભાઈ રાવળ શ્રી પરેશભાઈ પટેલ દાતાશ્રી તથા વિષ્ણુભાઈ પ્રજાપતિ પ્રવિણભાઇ રાવલ અશોકભાઈ પટેલ બાબુભાઈ પટેલ રાજુભાઈ પટેલ અરવિંદભાઈ દરજી વકીલ તથા ચાણસ્મા સદસ્યો હાજર રહ્યા હતા