પાટણ જિલ્લા પોલીસ વડા ની અધ્યક્ષતા માં આયોજિત માર્ગદર્શન સેમીનારમાં પોલીસ વડા જ હાજર રહ્યા નહીં.
સેમીનાર મુલત્વી રાખવામાં આવતા બહાર થી આવેલ ઉમેદવારને ધરમ નો ધક્કો પડ્યો..
પાટણ તા.21
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ ગ્રાઉન્ડ માં રવિવારે પાટણ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જિલ્લામાં પોલીસ ભરતી ની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે શારીરિક કસોટી માટે જિલ્લા પોલીસવાડા ના અધ્યક્ષતા માં સેમિનાર રાખવામાં આવ્યો હતો પરંતુ એક પણ પોલિસ અધિકારી ઉપસ્થિત ન રહેતા પાટણ જિલ્લા માંથી આવેલ ઉમેદવાર નિરાશ થયા હતા
ગુજરાતમાં લાંબા સમય બાદ LRD ની 10 હજારથી પણ વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે 9.50 લાખ જેટલા ઉમેદવારો છે.જેની આગામી 3ડિસેમ્બરના રોજ શારિરીક પરીક્ષા છે.ત્યારે ઉમેદવારો હાલ શારીરિક કસોટી માટે આકરી તૈયારી કરી રહ્યા છે . ઘણા ઉમેદવારો શારીરિક કસોટી માટે મેદાન ન હોવાથી ખેતરમાં કે અન્ય ખુલ્લી જગ્યા પર દોડની પ્રેક્ટિસ કરી રહ્યા છે . એવામાં રાજ્યના છેવાડાના ઉમેદવારો પોલીસમાં લાગી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ મદદ કરવામાં આવી રહી છે .
ત્યારે પાટણ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ પાટણ દ્વારા જિલ્લામાં પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવાર માટે શારીરિક કસોટી અંગે એક સેમીનાર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ ગ્રાઉન્ડ મેદાનમાં આજ રોજ રવિવારે સવારે 6:30 વાગે પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ની અધ્યક્ષતા માં માર્ગદર્શન સેમીનાર રાખવામાં આવ્યો હતો પરંતુ કોઈ કારણ સર કેન્સલ થતા આજુબાજુ ગામ શહેર અને જિલ્લામાં થી મોટી સંખ્યા માં આવેલ ઉમેદવાર નિરાશ થયા હતા અને પરત ઘરે ફર્યા હતા
ઉમેદવારઓ એ જણાવ્યું હતું કે અમે રોજ સવારે અને સાંજે યુનિ ના મેંદાન માં દોડવાની પેકટિશ કરવા માટે આવીએ છીએ કાલે સાંજે અહીંયા મેદાન માં બેનર લગાવ્યા હતા કે રવિવારે સવારે 6:30 વાગે પાટણ જિલ્લા પોલીસ વડા પોલીસ ભરતી શારીરિક કસોટીનું માર્ગદર્શન આપવાના છે પણ એક પણ પોલીસ અધિકારી ના આવતા અમારે ધક્કો પડયો હતો.
બોક્સ..
અધીકારીઓ જ હાજર નહીં રહેતાં ફોગટ ફેરો પડ્યો હોવાનો ઉમેદવારોએ વસવસો વ્યક્ત કર્યો હતો..
પાટણ તા.21
ઉમેદવારઓ જણાવ્યું હતું કે અમે પોલીસ ની ભરતી ની તૈયારીઓ કરીએ છીએ અમને સોસીયલ મીડિયાના માધ્યમ ના આધારે જાણ થઈ હતી કે રવીવારે પાટણ યુનિ માં પોલીસ ભરતી નો સેમીનાર છે એટલે વહેલી સવારે ઘરે થી નીકળ્યા હતા અહીંયા આવ્યા ત્યારે જાણવા મળ્યું કે કોઈ અધિકારી આવ્યા નથી અને આ સેમીનાર કેન્સલ કર્યો છે.એટલે અમારે ફોગટ ફેરો પડ્યો હોય પાછા ઘરે જઈએ છીએ તેવો વસવસો વ્યક્ત કર્યો હતો.