પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવ નિયુક્ત પ્રમુખ નું અનુસુચિત જાતિ વિભાગ દ્વારા સન્માન કરાયું..

0
7

જિલ્લામાં સૌ કાયૅકતૉને સાથે રાખી આગામી વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની ચારેય બેઠકો વિજય બનાવો તેવી શુભકામનાઓ પાઠવી..

પાટણ તા.20
પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા ગુરૂવારે પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવ નિયુક્ત પાટણ જિલ્લા કોગ્રેસ પ્રમુખ નું ભારતનું બંધારણ આમુખ પુસ્તક અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ નાં સન્માન સત્કાર પ્રસંગ ઉપસ્થિત રહેલા અનુસુચિત જાતિ વિભાગના પાટણ જિલ્લા ચેરમેન હસમુખભાઈ સક્સેના દ્વારા પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ નવનિયુક્ત પ્રમુખ દ્વારા નાનાં માં નાનાં કાયૅકર ને સાથે રાખી મજબૂત બનાવવા સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની ચારેય બેઠકો વિજય બનાવો તેવી કામના વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના આગેવાનો,કાયૅકરોએ ઉપસ્થિત રહી નવ નિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ને શુભેચ્છાઓ પાઠવી હતી.
રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here