સરસ્વતી તાલુકાના ભાટસણ ગામે 10 વર્ષિય બાળકી સંકમિત બની..
સિદ્ધપુર ,પાટણ, શંખેશ્વર, હારીજ, સરસ્વતી અને ચાણસ્મા પંથકમાં કોરોના પોઝિટિવ કેસો પ્રકાશમાં આવ્યા..
પાટણ જિલ્લામાં હાલ 115 કેસો એકટીવ : 2 દર્દીઓ સાજા થયાં.
પાટણ તા.12
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે બુધવારના રોજ સૌથી વધુ 37 કેસો પ્રકાશમાં આવતાં લોકો માં ફફડાટ જોવા મળી રહ્યો છે.
પાટણ જિલ્લા માં બુધવારે પ્રકાશમાં આવેલાં કોરોના પોઝિટિવ કેસ ની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પાટણ શહેરના વિજળકુવો ઈશ્વર નો મહોલ્લો,રાજલક્ષ્મી સોસાયટી, સુંદરમ્ સોસાયટી,તિરુપતિ બંગલોઝ,વણકર વાસ,સુરમ્ય બંગલોઝ, મદારસા રોડ,યશ ટાઉનશિપ, કુબેરનગર સોસાયટી,રાજનગરી,જળચોક,જળચોક ઠાકોર વાસ, નવજીવન ચોકડી, ખજુરી ની પોળ,મોટો ટાકવાડો,ધીવટો,અમરનાથ સોસાયટી,ગૃહકમલ સોસાયટી, ગુરૂકુળ શાળા સામે, સુજનીપુર સહિત ધારપુર,દુધારામ પુરા મળી 28 કેસો જ્યારે ચાણસ્માના દેલમાલ,લણવા 2 કેસ, સરસ્વતી તાલુકા નાં અજુજા,કિમ્બુવા,જંગરાળ અને ભાટસણ મળી 4 કેસ, સિધ્ધપુર શહેર માં 1 કેસ, શંખેશ્વર કુમાર શાળા સામે 1 કેસ, હારીજ નાં સરેલ ગામમાં 1 કેસ મળી જિલ્લામાં કુલ 37 કેસો કોરોના પોઝિટિવ નાં પ્રકાશમાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
પાટણ જિલ્લા માં અત્યાર સુધીમાં કોરોના નાં કુલ પોઝિટિવ 10778 કેસો નોંધાયા છે.જયારે કોરોના સેમ્પલ પેન્ડીગ 1916 કેસો, જિલ્લામાં હાલમાં 115 એકટીવ કેસો છે તો જિલ્લામાં કુલ કોરોના નાં કારણે 109 લોકો મોતને ભેટયા છે જ્યારે ત્રીજી લહેર થી અત્યાર સુધીમાં
63532 લોકો નાં સેમ્પલ લેવાયા છે જ્યારે
2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.