પાટણ જિલ્લામાં 119 કોરોના નાં કેસો નોંધાયા..

0
9

2227 લોકો ના કોરોના નાં ટેસ્ટ પેન્ડીગ…

પાટણ,સિદ્ધપુર ,હારીજ,
શંખેશ્વર, અને ચાણસ્મા પંથકમાં કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

પાટણ તા.18
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે મંગળવારે વધુ 119 કેસો નોંધાતા લોકો માં ફફડાટ જોવા મળી રહ્યો છે.
પાટણ જિલ્લા માં મંગળવારે પ્રકાશમાં આવેલાં કોરોના પોઝિટિવ કેસ ની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પાટણ શહેર સહિત તાલુકામાં 57, સિદ્ધપુર શહેર સહિત તાલુકા માં 8, ચાણસ્મા શહેર સહિત તાલુકામાં 39, સમી 6,હારીજ 4, મળી જિલ્લામાં કુલ 119 કેસ નોંધાયા છે.
પાટણ જિલ્લા માં અત્યાર સુધીમાં કોરોના ની ત્રીજી લહેર મા તા 1 જાન્યુઆરી થી અત્યાર સુધીમાં કુલ 637 પોઝિટિવ કેસો નોંધાયા છે.2 દર્દીઓ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે.જેમા 78 દદીઓ સાજા થયા છે. જ્યારે હોમ આઈશોલેશન 438 જ્યારે 2227 લોકોના કોરોના નાં ટેસ્ટ પેન્ડીગ હોવાનું તેમજ કોરોના ની ત્રીજી લહેર મા હજુ સુધી જિલ્લામાં એક પણ મૃત્યુ થયું ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here