Home BG News પાટણ જમીન દફતર મોજણી કચેરીમાં ફરજ બજાવતો વગૅ-3 નો કમૅચારી રૂ 10...

પાટણ જમીન દફતર મોજણી કચેરીમાં ફરજ બજાવતો વગૅ-3 નો કમૅચારી રૂ 10 હજારની લાંચ લેતા રંગે ઝડપાયો..

0

અરજદાર પાસે જમીન માપણી ની સીટ તૈયાર કરવા રૂ.10 હજારની લાંચ માંગતાં એસીબી ટીમે છટકું ગોઠવ્યું..

પાટણ તા.19
પાટણ પંથકમાં કેટલીક કચેરીઓમાં કેટલાક લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓનાં કારણે સમગ્ર જિલ્લા પ્રશાસન બદનામ થતું હોય છે તો ક્યારેક આવાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓની માંગણી નહીં સંતોષવામા આવતાં આવાં અધિકારીઓ અને કર્મચારીઓ અરજદાર નાં કામ ટલ્લે ચડાવી પરેશાન કરતાં હોય છે તો કેટલાક કિસ્સામાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓની પાઠ ભણાવવા અરજદાર દ્વારા એસીબી નો સંપર્ક કરી આવા લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓની આબાદ ઝડપાવી દેતાં હોય છે ત્યારે મંગળવારના રોજ પાટણ ની જમીન દફતર મોજણી કચેરીમાં સિનિયર સવૅયર વગૅ-3 નાં કમૅચારી તરીકે ફરજ બજાવતા ધ્રુવ પરસોતમભાઈ પટેલને અરજદાર પાસેથી તેઓનાં કામ માટે રૂ 10 હજારની રકમ લાંચ પેટે સ્વિકારતા બનાસકાંઠા એસીબી ટીમે આબાદ ઝડપી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવતા સરકારી તંત્ર સહિત જમીન દફતર મોજણી કચેરીમાં ફરજ બજાવતાં અન્ય કમૅચારીઓ અને અધિકારીરીમા સનસનાટી મચી જવા પામી હતી.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જમીન દફતર મોજણી કચેરીમાં અરજદાર દ્વારા પોતાની સંયુક્ત જમીનમાં સોલાર પ્લાન્ટ માટે જગ્યા ભાડે આપવાની હોય છે જે જગ્યાની હદ અને નિશાની નક્કી કરવા માટે તેઓએ ઉપરોક્ત કચેરી માં ઓન લાઇન અરજી કરી હતી જે અરજી ની તપાસ માટે કચેરી દ્વારા સિનિયર સવૅયર વગૅ-3 નાં ફરજ બજાવતા ધ્રુવ પરસોતમભાઈ પટેલ ને સોંપતા તેઓએ સર્વે કરેલ જમીન ની સીટ તૈયાર કરવા અરજદાર પાસે રૂ.10 હજારની રકમ લાંચ પેટે માગી હતી પરંતુ અરજદાર આ રકમ આપવા માંગતા ન હોય અને આવાં લાંચિયા કમૅચારીને સબક મળે તે માટે તેઓએ બનાસકાંઠા એસીબી કચેરી નો સંપર્ક કરી સધળી હકીકત જણાવી ટીમ સાથે છટકું ગોઠવી મંગળવારના રોજ ઈદે મિલાદ ની જાહેર રજા નાં દિવસે શહેરના નવા બસ સ્ટેશન આગળ રૂ 10 હજારની રકમ માટે ધ્રુવ પરસોતમભાઈ પટેલ ને બોલાવી લાંચ પેટે રૂપિયા 10 હજારની રકમ સ્વિકારતા એસીબી ટીમે તેઓને આબાદ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાટણ ની જમીન દફતર મોજણી કચેરીમાં ફરજ બજાવતા સિનિયર સવૅયર વગૅ-3 નાં કમૅચારી રૂ.10 હજારની લાંચની રકમ સ્વીકારતા ઝડપાયાં હોવાની વાત રજા ના દિવસે પણ વાયુવેગે જિલ્લા તંત્ર અને પાટણ દફ્તર મોજણી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ને મળતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
એલસીબી દ્વારા કરાયેલી સફળ ટેપ ની કામગીરી માં બનાસકાંઠા એસીબી પીઆઈ એન.એ.ચૌધરી,સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલ મદદનિશ નિયામક એસીબી બોડૅર એકમ ભુજ હાજર રહ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version