પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લા અને રાજસ્થાનના દર્દીઓને આરોગ્યની સેવા પૂરી પાડતી પાટણ શહેરની જનતા હોસ્પિટલમાં અત્યાધુનિક સાધનો વડે અનેક દર્દીઓને સારવાર આપી સ્વસ્થ બનાવી આરોગ્ય ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે જનતા હોસ્પિટલની આરોગ્યની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે તેને ધ્યાને રાખીને સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર દ્વારા પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જનતા હોસ્પિટલના મેમોગ્રાફી સેન્ટરમાં રૃપિયા
૧૦,૪૪,૦૦૦ ના ખર્ચે અદ્યતન સુવિધા સભર મેમો મશીનની સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી છે
જનતા હોસ્પિટલ ખાતે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર ,પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ , જનતા હોસ્પિટલના ચેરમેન મનસુખભાઈ પટેલ , પાટણ નાગરિક સહકારી બેંકના ચેરમેન સુરેશભાઇ સી પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે જનતા હૉસ્પિટલના મેમોગ્રાફી સેન્ટર ખાતે મેમોગ્રાફી મશીનની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી દ્વારા પાટણ જનતા હોસ્પિટલની આરોગ્યની સેવા વધુમાં વધુ જરૃરિયાતમંદ દર્દીઓને મળી રહે તેવા ઉદ્દેશથી ઉપલબ્ધ બનાવાયેલ મેમોગ્રાફી મશીન દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે તેવી આશા પાટણ જનતા હોસ્પિટલના ચેરમેન મનસુખભાઈ પટેલ પાટણ નાગરિક બેંકના ચેરમેન સુરેશભાઇ સી પટેલ ,મેનેજિંગ ડિરેક્ટર સહિત ઉપસ્થિત ડોક્ટરો અને મહાનુભાવોએ વ્યક્ત કરી હતી
રીપોટર.કમલેશ પટેલ પાટણ