પાટણ જનતા હોસ્પિટલ નાં ન્યુરોસજૅને ત્રણ કલાક ની સફળ બ્રેઇન સર્જરી કરી મહિલાને નવજીવન બક્ષ્યું….

0
8

જનતા હોસ્પિટલ નાં ન્યુરોસજૅને ડો ધ્રુવ પટેલે અત્યાર સુધીમાં ૧૦૦ જેટલી જટિલ સર્જરી કરી..

પાટણ તા.૧૫
પાટણ શહેર મેડિકલ ક્ષેત્રે દિન પ્રતિદિન હરણફાળ ભરી રહ્યું છે ત્યારે પાટણના તબીબો ની આગવી કુનેહથી અનેક દર્દીઓને નવજીવન મળ્યા છે ત્યારે પાટણ શહેરના મધ્યમાં આવેલ અને દરિદ્રનારાયણની સેવા ભાવના સાથે ખુબજ નજીવા દરે સારવાર આપતી પાટણ જનતા હોસ્પિટલ નાં તબીબો ની સારવાર પણ દર્દીઓ માટે આશિર્વાદ રૂપ બની રહી છે ત્યારે જનતા હોસ્પિટલ માં ન્યુરો સજૅન તરીકે સેવા આપી રહેલા યુવા તબીબ ડો. ધ્રુવ પટેલ દ્વારા બ્રેન ટ્યુમર ની બિમાર પિડીતા ની ત્રણ કલાકની સફળ સજૅરી કરીને નવજીવન બક્ષતા પરિવારજનો એ તબીબ સહિત જનતા હોસ્પિટલ પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ બાબતે મળતી હકીકત મુજબ પ્રજાપતિ વિમળાબેન વિનોદ ઉંમર ૪૫ ચાણસ્મા
વાળાને ધણા સમયથી માથામાં દુઃખાવો અને આંખે જોવામાં જરમરિયા જેવું દેખાતું હતું. આ દર્દીએ પાટણ જનતા હોસ્પિટલમાં ડો. ધ્રુવ પટેલ ન્યૂરોસર્જન ની વિઝટ કરાવતા તેઓએ દર્દીના મગજનું એમ.આર.આઈ રિપોર્ટ કરાવેલ.એમ.આર.
આઈ. રિપોર્ટમાં પિચ્યુટરી ગ્રંથિનું બ્રેઈન ટ્યુમર માલુમ પડતાં અને ઓપરેશન કરવું જરૂરી હોવાનું દર્દીના પરિવારજનોને જણાવી તેમની સંમતિ થી આ દર્દીને ડો ધ્રુવ એન પટેલ ન્યુરો સર્જન દ્વારા નાકમાં દૂરબીનની મદદથી ત્રણ કલાક ની જહેમત બાદ કોઈ પણ પ્રકારના કાપ કુપ કે ટાંકા વગરનું બ્રેઇન ટ્યુમરનું સફળ ઓપરેશન કરી નવજીવન બક્ષતા દર્દીના પરિવારજનોએ દર્દીને શુક્રવારના રોજ રજા આપતા તબીબ સહિત સમગ્ર જનતા હોસ્પિટલ પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો તો ડો. ધ્રુવ પટેલ દ્વારા અત્યાર સુધીમાં સો જેટલી સફળ સર્જરી કરીને દર્દી થી પીડાતા દર્દીઓને દર્દ મુક્ત કર્યા હોવાનું જનતા હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here