પાટણ ખાતે સંત શિરોમણી રવિદાસ મેમોરિયલ રિસર્ચ સેન્ટર (ઉ.ગુ) સંત રોહીદાસ ભગવાન ની અસીમ કૃપાથી આજ રોજ તા. ૨૪.૧૦.૨૦૨૧ ને રવિવાર ના રોજ ઉત્તર ગુજરાત ના રોહિત બંધુઓને એક તાતણે જોડવા ના પ્રયાસ રુપે પાટણ ખાતે “રવિ ધામ” બનાવવાનું સપનું સાકાર કરવા સંત શિરોમણી રવિદાસ મેમોરિયલ રિસર્ચ સેન્ટર પાટણ ખાતે રવિ ધામ ના કાર્યાલય ના ઉદ્દઘાટન પ્રસંગે સમગ્ર ઉત્તર ગુજરાત ના રોહિત સમાજ ના પ્રમુખો ને આમંત્રિત કર્યા તે પૈકી પાંચસો પાટણવાડા પૈકી સત્યાવીસ પરગણા ના પ્રમુખ તરીકે નરેશભાઈ આર પરમાર ઊઝા નું જોરદાર ઉમળકાભેર સંસ્થાના પ્રમુખ. મંત્રી અને કારોબારી સભ્યોએ સન્માન કર્યું. તેમજ ટોટાણા ગામના ચાચાની પરીવારના શ્રી રત્નાભાઇ ચાચાની ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર રવિ ધામ ટીમનો હદય થી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને ભગવાન રવિદાસ આ ટીમ ની મનોકામના પૂર્ણ કરે તેવી હૃદય પૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી.
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા