પાટણ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને સરકારી યોજનાના લાભાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો.

0
4

પાટણ…..

ભાજપ માટે રાજકારણ રાજા બનીને રાજ કરવાનું નહીં પરંતુ સતા હાંસલ કરી લોકોની સેવાનું કરવાનું માધ્યમ છે : સી.આર.પાટીલ

પાટણમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને વિવિધ સરકારી યોજનાઓના 600 લાભાર્થીઓ તેમજ શ્રેષ્ઠ સમાજકાર્ય કરનાર 14 વ્યક્તિ વિશેષોનુ સન્માન કરવાનો સમારોહ યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ગુરૂવારના રોજ આયોજીત કરવામાં આવ્યો હતો.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે માં સરસ્વતી સેવા સમિતિ દ્વારા આયોજિત આ સન્માન કાર્યક્રમ ઉપસ્થિત રહેલાં કાર્યકરોને સંબોધન કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે ભાજપ માટે રાજકારણ એટલે રાજ કરવું નહીં પરંતુ સતા હાંસલ કરી લોકોની સેવા કરવી એ રાજકારણ છે. કાર્યકરોને વડાપ્રધાન દ્વારા દેશની પ્રજા માટે અમલમાં મુકવામાં આવેલ 440 જેટલી યોજનાઓનો પોતાના વિસ્તારમાં મતદારોને સાથે રહીને લાભ અપાવવા પ્રયત્નશીલ બની લોકોના કામો કરવા અપીલ કરવામાં આવી હતી. જો ચૂંટણી જીતવી હોય તો ભાષણની નહીં પરંતુ લોકોના કામ કરવાની જરૂર છે.લોકોના કામ કરવામાં આવશે તો ચૂંટણી સમયે મદદ માગવાની પણ જરૂર પડશે નહીં લોકો સામેથી તમને મત આપશે.પાટીલે સંબોધન પૂર્ણ કરતા સમયે અંતમાં પાટણ શહેર એક ખર્ચાળ શહેર છે અહીંયા ખર્ચો થઈ જાય તેમ કહી કાર્યકરોમાં હાસ્ય રેલાવ્યું હતું..
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ ઝાલા , પ્રદેશ મહામંત્રી રજની પટેલ ,જી.આઈ.ડી.સી ચેરમેન બળવંતસિંહ રાજપૂત,પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર, સાંસદ ભરતસિંહ ડાભી,પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ,જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, સ્નેહલભાઈ પટેલ, જયેશભાઈ પટેલ સહિત ભાજપના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાયૅક્રમનુ સંચાલન ભીખાભાઈ પટેલ અને આભારવિધિ દશૅક ત્રિવેદી એ કરી હતી.

સરકાર ની વિવિધ યોજનાના લાભાર્થીઓ પૈકી કેટલીક મહિલા લાભાર્થીઓને કોરો સન્માન પત્ર હાથમાં પધરાવી દેતા અને કાયૅક્રમ પૂર્ણ થતાં ફુડ પેકેટ વિતરણ માં લોકોની પડાપડી થી ઉપસ્થિત કાયૅક્રમમા ઉપસ્થિત મહિલાઓ નારાજ બની હતી અને આ મુદ્દો ઉપસ્થિત લોકોમાં ચચૉસ્પદ બનવા પામ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here