સમાજના દાતા બેબાભાઈ શેઠ સહિત યુવાનોને પ્રેરણા પૂરી પાડતાં વડિલોનુ સન્માન કરાયું..
પાટણ તા.12
પૂજ્ય લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા રવીવાર નાં રોજ સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ શહેરની પદ્માવત વાડીમાં રાખવામાં આવેલ હતો.
આ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં સમાજના અગ્રણી બિલ્ડર ગોરધનભાઈ જી ઠક્કર (બેબા શેઠ) નું સમાજ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ માટે અને સમાજના દરેક કાર્યમાં સહભાગી થવા બદલ સમાજના આગેવાનો દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.સાથે સાથે સમાજના યુવાનોને પ્રેરણા આપતા વડીલોનું પણ સન્માન કરી પ્રોત્સાહિત કરી સમાજની ઉન્નતિ અને જાગૃતિ માટે કેટલાક ઠરાવો સવૉનુમતે પસાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સમાજના પ્રમુખ ભગવાનભાઈ જેઠાલાલ ઠક્કર, મંત્રી હરેશભાઈ નારણદાસ લાલવાણી, ઉપપ્રમુખ શોભરાજભાઈ ચેલારામ ઠક્કર, સહમંત્રી હરેશભાઈ રેલુમલ ઠક્કર, ખજાનચી ચંદનકુમાર નારણદાસ વિરવાણી, ઓડિટર મેઘરાજભાઈ મૂલચંદ માખીજા, સહીત કારોબારી સભ્યો ઉપસ્થિત રહી કાયૅક્રમ ને સફળ બનાવવા સહભાગી બન્યા હતા.
અહેવાલ. કમલેશ પટેલ. પાટણ