પાટણમાં રંગરાત્રી-2022 નવરાત્રિ મહોત્સવનું આયોજન

0
15

મિશન ગ્રુપ ઓફ પાટણ,જનસહયોગ વિકાસ ટ્રસ્ટ અને આશરો સંસ્થાના ઉપક્રમે નવરાત્રિ મહોત્સવ યોજાશે

સેવાકીય પ્રવૃત્તિના લાભાર્થે રંગરાત્રી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

પાટણ નગરીમાં ઉત્સવપ્રિય નવરાત્રી મહોત્સવની છેલ્લા ઘણા વર્ષોથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શહેરનું યુવાધન નવરાત્રી મહોત્સવની મજા માણી શકે તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાને પાટણ ડીસા હાઇવે સ્થિત વાળીનાથ ચોક – ઉપવન બંગ્લોઝ રોડ, રંગરાત્રી ગ્રાઉન્ડ ખાતે મીશન ગ્રુપ ઓફ પાટણ દ્વારા આયોજીત જનસહયોગ વિકાસ ટ્રસ્ટ અને આશરો સેવાકીય સંસ્થાના સંયુકત ઉપક્રમે પ્રથમવાર રંગરાત્રી 2022 નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે પત્રકારોને માહિતગાર કરવા પત્રકાર પરીષદ યોજાઈ હતી.

જયારે આ બેઠકમાં સંસ્થાના અગ્રણી જ્યોતિન્દ્ર દવે દ્વારા પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, સેવાકીય પ્રવૃત્તિના લાભાર્થે પ્રથમવાર રંગરાત્રી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રંગરાત્રી મેદાનમાં દરેક ખેલૈયાઓને રમવાની સુવિધા મળી રહે તે માટે સુવ્યવસ્થિત આયોજન કરાયું છે તેમજ ખેલૈયાઓની સુરક્ષા માટે એક કરોડ રુપિયાનું વીમા કવચ અને અસામાજીક તત્વો પ્રવેશે નહીં તે માટે સીક્યોરીટી ગાર્ડ અને બાઉન્સરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે નવ દિવસ દરમ્યાન પાટણના અલગ અલગ સ્થાનિક કલાકારો દ્વારા ગરબાની રંગત જમાવવામાં આવશે ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં એકત્રિત થયેલ ફંડફાળો આરોગ્યલક્ષી સેવાઓમાં ઉપયોગમાં લેવાશે તો આ બેઠકમાં રોહિત પટેલે આશરો સેવાકીય સંસ્થા દ્વારા કોરોના સમયમાં કરેલ આરોગ્યલક્ષી સેવાઓ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ અંગે પત્રકારોને માહિતી આપી હતી જયારે આ બેઠકમાં કલ્પેશ રાવલ, કિરણ રાવલ, ભરત જોષી, ધ્રુવ રાવલ, કૌશિક રાવલ, મનોજ ગોસ્વામી સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહયા હતા
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here