પાટણની સરકારી ઇજનેરી કોલેજનાં વિદ્યાર્થી ચિરાગ સોલંકી રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ સ્વયંસેવક પુરસ્કારથી સન્માનિત થયા..

0
3

રાજ્યના શિક્ષણ મંત્રી સહિતના મહાનુભાવો એ પુરસ્કાર અને પ્રસ્સતિ પત્ર થી સન્માનિત કયૉ..

પાટણ તા.30
રાષ્ટ્રીય સેવા યોજના (NSS) નાં રાજ્ય કક્ષા ના શ્રેષ્ઠ સ્વયંસેવક તરીકે સરકારી ઇજનેરી કોલેજ, પાટણ નાં વિદ્યાર્થી ચિરાગ સોલંકી ને પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
આ પુરસ્કાર વિતરણ સમારોહ પ્રસંગે ગુજરાત રાજ્ય નાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો સાથે NSS ક્ષેત્રીય નિર્દેશક ઉપાધ્યાયની એ ઉપસ્થિત રહ્યા હતા. ચિરાગ સોલંકી ને NSS માં 2017-2020 સુધી નાં સમય દરમ્યાન સમાજિક સેવાઓ આપવા બદલ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ના હસ્તે પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ચિરાગ સોલંકી દ્વારા વિવિધ ક્ષેત્રો જેવા કે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન , વૃષારોપણ , પર્યાવરણ સંબંધિત અભિયાન અંતર્ગત બાલારામ અંબાજી વન્યજીવ અભ્યારણ્ય માં આવેલ બાલારામ નદી ની સફાઈ , સાત દિવસીય વિશેષ શિબિર માં સ્વચ્છતા અભિયાન, અંધશ્રદ્ધા , ખેતી સંબધિત, શિક્ષણ સંબધિત, ડિજિટલ ઇન્ડિયા , ફીટ ઇન્ડિયા , મહિલા સશક્તિકરણ અને ભ્રૃણ હત્યા અને નશાબંધી જેવા અનેક સામાજિક, શૈક્ષણીક અને ગરીબ લોકો માટે સેવાનાં કર્યો ઉપરાંત 2018 માં નાગપુર માં Pre -RD શિબિર માં પણ પસંદગી પામી 2019 માં રાજ્ય કક્ષા ના પ્રજાસત્તાક દિવસની ઉજવણી માં NSS પ્લટૂન નાં પ્લટૂન કમાન્ડર પદે રહી સાંસ્કૃતિક કાર્યક્રમો માં પણ એમને પોતાની છબી બનાવી છે. આણંદ ખાતે NSS નાં સ્થાપના દિવસ ની ઉજવણી માં સાંસ્કૃતિક સમૂહ નૃત્ય માં એમને સ્થાન રાજ્ય કક્ષાએ પ્રાપ્ત કર્યો હતો.
ચિરાગ સોલંકી જે પોરબંદર નાં નિવાસી છે તે 2016-2020 નાં પાટણ ની કોલેજ માં સ્નાતક ડિગ્રી દરમ્યાન NSS માં જોડાયા હતા અને વિવિધ સમાજિક કાર્યો માં પોતાનું યોગદાન આપ્યું હોય જેની નોંધ લઇને આ પુરસ્કાર પ્રાપ્ત થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here