પાટણની તારાબેન પ્રાથમિક શાળા ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓને બેગ, બુટ , ટ્રાઇસિકલ નું વિતરણ કરવામાં આવ્યું..

0
16

દિવ્યાંગ વિધાર્થીઓના ચહેરા જરૂરિયાત મુજબની સામગ્રી ઉપલબ્ધ બનતાં હરખાયા..

પાટણ તા.4
પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલ તારાબેન પ્રાથમિક શાળા ખાતે શુક્રવારના રોજ બી.આર.સી.ભવન પાટણ આઇ.ઇ.ડી. યુનિટ અને એલીમ્કો ઉજજૈનના સંયુકત ઉપક્રમે દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પાટણ, સરસ્વતી, સિદ્ધપુર અને ચાણસ્મા તાલુકાના જરૂરીયાતમંદ લાભાર્થી વિધાર્થીઓ હાજર રહ્યા હતા. દિવ્યાંગ લોકો સ્વમાનથી જીવી શકે અને આર્થિક રીતે સધ્ધર થાય તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ટ્રાય સિકલ, બેગ, બુટ સહિતના સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 139 લાભાર્થી બાળકોને સાધન ફાળવણી કરવામાં આવી હતી.
દિવ્યાંગ લાભાર્થી વિધાર્થીઓ ને જરૂરિયાત મુજબ ની સાધન સામગ્રી ઉપલબ્ધ બનતાં તેઓના ચહેરા હરખાયા હતાં.
રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here