વિસ્તારના રહીશો સહિત મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી અન્નકૂટના દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી..
પાટણ તા.૨૭
પાટણ શહેરના ભૈરવદાદા નાં મંદિર પરિસર તરફ જવાના માર્ગ પર નવનિર્માણ પામેલ ત્રિમંદિર ખાતે બિરાજમાન શ્રી વેરાઈ માતાજી, વિહત માતાજી, ક્ષેત્રપાળ દાદા અને ગણપતિ મહારાજ સન્મુખ વિસ્તારના રહીશો દ્વારા કારતક વદ આઠમ ને શનિવારના શુભદિને અન્નકૂટ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્રિમંદિર પરિસર ખાતે આયોજિત આ અન્નકુટ મહોત્સવ નાં મોટી સંખ્યામાં ભક્તજનો એ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી તો અન્નકુટ મહોત્સવ ને સફળ બનાવવા ત્રિમંદિર પરિવાર નાં સેવક ગણ દ્વારા જહેમત ઉઠાવી હતી.