પાટણનાં સૂર્યનગરમાં રૂા .13 લાખનાં ખર્ચે નવા બોરવેલનું ખાતમૂર્હુત કરાયું

0
5

પાટણ

રેલવે ફાટક પછીનાં વિસ્તારોને ટૂંકમાં પાણીની સુવિધા મળશે

રૂ 3.79 કરોડનાં વિવિધ કામોનાં ટેન્ડરો પૈકી ચાર બોરનાં કામો પૈકી સૂર્યનગરનું આ કામ શરૂ થશે

પાટણ શહેરનાં વિકાસશીલ વિસ્તાર એવા સૂર્યનગરમાં અગાઉ ઓવરહેડ ટાંકી અને સમ્પ બનીને તૈયાર જ હતા . પરંતુ તેમાં પાણી ભરવા માટે મહત્ત્વનાં કોમ્પોનન્ટ એવા બોરવેલ બનાવવાનો બાકી હતો . આ નવા બોરવેલનું ખાતમૂર્હુત પૂર્વ મહામંત્રી કે.સી. પટેલનાં હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ , વોટર વર્કસ ચેરમેન દિક્ષીત પટેલ , શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઇ મહેશ્વરી , ગૌરવ મોદી , પાટણ નગરપાલિકાનાં વોટર વર્કસનાં અધિકારી જે.વી. પટેલ , ભરતભાઇ મોદી , અલ્કાબેન મોદી , હિનાબેન શાહ , ધર્મેશ પ્રજાપતિ સહિત અન્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં .

પાટણ નગરપાલિકાનાં વોટર વર્કસનાં વિવિધ કામોનાં રૂ 3.79 કરોડનાં કામોનાં ટેન્ડરોની પ્રક્રિયા તાજેતરમાં કરાઇ હતી . જે પૈકી જુદી જુદી ચાર જગ્યાએ બોરવેલ બનાવવાનાં છે જે પૈકી સૂર્યનગર ખાતે રૂા . 13 લાખનાં ખર્ચે 300 મીટરનો 10 ડાયાના બોરવેલનું ખાતમૂર્હુત કરાયું હતું હવે આ બોર બનવાથી આ વિસ્તારમાં પાણી ની સમસ્યા હલ થશે તેવું વોટર વર્ક્સ શાખા ના ચેરમેન દીક્ષિત પટેલ જણાવ્યું હતું
રીપોટર.કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here