
અમેરિકા સ્થિત સ્વ.મફતલાલ નાથાલાલ પ્રજાપતિ પરિવારના સભ્યો એ નવચંડી યજ્ઞ ના યજમાન પદનો લ્હાવો લીધો..
ધાર્મિક પ્રસંગે પ્રજાપતિ સમાજ નાત ગંગા સહિતના ઓએ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી..
પાટણ તા.૫
સમગ્ર ભારતભરમાં એકમાત્ર પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી માટીના ઢગલા સ્વરૂપે આસ્થાના પ્રતિક સમા શોભાયમાન બની રહ્યા છે. ત્યારે ભગવાન પદ્મનાભજી
ના સાનિધ્યમાં મૂળ પાટણ નિવાસી અને હાલમાં અમેરિકા સ્થિત સ્વર્ગસ્થ મફતલાલ નાથાલાલ પ્રજાપતિ પરિવારના રામચંદ્ર મફતલાલ પ્રજાપતિ પરિવાર દ્વારા લાખ્ખો રૂપિયા નાં ખર્ચે રામચંદ્રાવતી ભોજન કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે.
શ્રી પદ્મનાભજી ભગવાનના સાનિધ્યમાં તૈયાર કરવામાં આવેલ આ અધતન સુવિધા સભર રામચંદ્રાવતી ભોજન કક્ષનું બુધવારના પવિત્ર દિવસે સ્વ.મફતલાલ નાથાલાલ પ્રજાપતિ પરિવારના રામચંદ્ર મફતલાલ પ્રજાપતિ નાં સુપુત્રો ચિ.અમિત અને ચિ.મયુર નાં શુભ હસ્તે સમાજ ગંગાની વિશાળ ઉપસ્થિત માં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શ્રી પદ્મનાભજી ભગવાનના મંદિર પરિસર ની પાછળ નાં ભાગે નિમૉણ કરાયેલા રામચંદ્રાવતી ભોજન કક્ષ નાં પ્રારંભ ને લઈને આયોજિત નવચંડી યજ્ઞ ના યજમાન પદે દાતા પરિવાર નાં સભ્યોએ લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.
આ પવિત્ર અને ધાર્મિક પ્રસંગે અમેરિકા સ્થિત સ્વ.મફતલાલ નાથાલાલ પ્રજાપતિ પરિવારના પાવૅતિબેન નટવરલાલ પ્રજાપતિ, ચંદ્રાવતીબેન રામચંદ્ર પ્રજાપતિ, કમલાબેન બાબુલાલ પ્રજાપતિ, વિણાબેન રાજેન્દ્રકુમાર પ્રજાપતિ,ચિ.અમિત,ચિ.મયુર સહિત પાટણ પ્રજાપતિ સમાજ નાત ગંગાનાં આગેવાનો, રાજકિય સામાજિક આગેવાનો,શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ઉપસ્થિત રહી પ્રસંગના દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
રીપોટર.કમલેશ પટેલ પાટણ