પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લાનું મહાઅધિવેશન યોજાયું

0
27

સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ પોતાની કારોબારી અસ્તિત્વમાં ધરાવતા પત્રકાર એકતા પરિષદનું પાટણ જિલ્લા અધિવેશન ગાંધીસ્મૃતિ હોલ પાટણ ખાતે યોજાયું..

પત્રકાર એકતા પરિષદના આ કાર્યક્રમની ત્રિવિધ રીતે ઉજવણી કરતા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિરંગા યાત્રા, જિલ્લા અધિવેશન અને પત્રકારોનો સન્માન સમારોહ યોજ્યો હતો.


ત્રિરંગા રેલી માટે તમામ પત્રકાર મિત્રો પ્રદેશ અઘ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાની આગેવાની હેઠળ શિસ્તબદ્ધ રીતે કતાર બનાવી રેલી નું પ્રસ્થાન કર્યું હતું..
પ્રદેશ આઇ. ટી.સેલ અધ્યક્ષ સમીરભાઈ બાવાણી અને પ્રદેશ મહિલા સેલ અધ્યક્ષ કાજલબેન વેષ્ણવ દ્વારા રેલીનું સુકાન સંભાળી પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી ના નેતૃત્વમાં ઢોલ અને શરણાઈ સાથે રેલી પ્રસ્થાન કરાવી હતી.

યુનિવર્સિટીના મુખ્ય દરવજા થી ગાંધીસ્મૃતિ હોલ સુધી તમામ પત્રકાર મિત્રોએ ત્રિરંગા રેલી યોજી હતી.અને ગાંધીસ્મૃતિ સભાખંડ ખાતે રેલી ના સ્વાગત માટે ઢોલ શરણાઈ ની મધુર કિલકારીઓ વચ્ચે પાટણ જિલ્લા પત્રકાર બહેનો દ્વારા ગુલાબની પાંખડીઓના વરસાદ સાથે સભાખંડમાં મીઠો આવકાર આપ્યો હતો.પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાની અધ્યક્ષતામાં યોજાયેલ અધિવેશનની શરૂઆત ભારતીય સંસ્કૃતિને અનુસરી મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સામુહિક રાષ્ટ્રગાન કરી અને અધિવેશન શરૂ કરાયું હતું.

ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો , હાજર રાજસ્થ મહાનુભાવો અને હાજર તમામ પત્રકાર મિત્રોનું શાબ્દિક સ્વાગત ઝોન 12 ના કો-ઓર્ડીનેટર રાજેશભાઈ પટેલ દ્વારા કરાયું હતું.ત્યારવાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો,રાજસ્થ મહાનુભાવો,વરિષ્ઠ પત્રકાર મિત્રો, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ અને દાતાઓને પુષ્પગુચ્છ તેમજ સ્મૃતિભેટ સ્વરૂપે રાણકી વાવ ના ફોટોગ્રાફ વાળી ઘડિયાળ આપી બહુમાન કરાયું હતું.

પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા દ્વારા સંગઠન ની સ્થાપના દિવસથી આજદિન સુધી પત્રકાર એકતા પરિષદ ના સંઘર્ષ અને સિદ્ધિઓ પર પ્રકાશ પાડી અને આગામી દિવસોમાં ગુજરાત કાક્ષાનું મહાઅધિવેશન યોજી પત્રકાર એકતા પરિષદ ના સ્વપ્ન દ્રષ્ટા અને સ્થાપક મર્હુમ.સલીમભાઈ બાવાણી ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાની નેમ રાખી હતી.ઉપસ્થિત પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે જણાવ્યું હતું.કે મીડિયાએ દેશની ચોથી જાગીર છે.મીડિયા ધારે તેની સરકાર લાવી શકે છે.અને ધારે એની સરકાર પાડી શકે છે. આ મીડિયાની તાકાત છે. તો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે કળિયુગમાં સંગઠન એ જ સૌથી મોટી શક્તિ છે સંગઠન થકી કરવામાં આવતી રજૂઆતને કોઈપણ સરકારે અવશ્ય નોધ લેવી પડે છે.આમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન માં સંગઠન શક્તિ શ્રેષ્ઠ શક્તિ હોવાનું જણાવતા પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લા સહિત તાલુકા કક્ષાએ પણ પત્રકારોના હિત માટે કાર્યરત છે તે અંગે અભિનંદન પાઠવ્યા હતા.આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પાટણના જાણીતા બિલ્ડર બેબાશેઠ,તેમજ દશરથજી ઠાકોર પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ, કે.સી પટેલ પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી પૂર્વ.મુકેશભાઈ જે પટેલ (ઉફે દાઢી ભાજપ અગ્રણી ચાણસ્મા તાલુકો)વરિષ્ઠ પત્રકાર સેવંતીભાઈ સોની, ધી અલ્ટીમેટ ના તંત્રી પ્રહલાદભાઈ વ્યાસ, દુરદર્શનના સિનિયર પત્રકાર ભરતભાઇ ચૌધરી, ગોવિંદભાઇ પ્રજાપતિ, ભરતભાઇ જોશી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રી કાજલબેન વેષ્ણવ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરતા જણાવ્યું હતું કે, પત્રકાર ક્ષેત્રે મહિલાઓ પણ જોડાઈ પુરુષ પત્રકારોની સમકક્ષ કાર્યકરે અને પત્રકારત્વ ક્ષેત્રે મહિલાઓ પણ પોતાની આગવી ઓળખ બનાવે તેવી આશા વ્યક્ત કરી હતી.પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન માં પત્રકારોને સંબોધી જણાવ્યું કે, પત્રકાર એકતા પરિષદ ગુજરાત નહિ પરંતુ વિશ્વ ની એક માત્ર એવી સંસ્થા છે જેમાં સૌથી વધુ પત્રકાર મિત્રો જોડાયા છે અને તેનું ગૌરવ ગુજરાતના પત્રકારો લઇ રહ્યા છે અને ટૂંક સમયમાં આપણું પરિષદ વલ્ડ રેકોર્ડ પણ સ્થાપવા જઈ રહ્યું છે. સરકાર સમક્ષ રજૂ કરેલ માગણીઓ સરકાર મહાધિવેશનમાં સ્વીકારશે અને પત્રકારો સરકાર ના પ્રતિનિધિ નું સન્માન કરશે.
પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા, પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા,પ્રદેશ આઇ. ટી.સેલ. અધ્યક્ષ શ્રી સમીરભાઈ બાવાણી , પ્રદેશ મહિલા સેલ અધ્યક્ષ શ્રી કાજલબેન વેષ્ણવ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી અંબારામ રાવલ, શ્રી દિનેશભાઈ કલાલ, પ્રદેશ મહામંત્રી શ્રી મુકેશભાઈ સખિયા , પ્રદેશ મંત્રી શ્રી કિરણભાઈ મલેશિયા, પ્રદેશ સહમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ , પ્રદેશ સંગઠન મંત્રી પ્રહલાદભાઈ ચૌહાણ , પ્રદેશ મહિલા મહામંત્રી મીનાક્ષીબેન મોદી ,પ્રદેશ આઇ. ટી સેલ કન્વીનર જનકભાઈ દલાલ, ઓમ કુમાર મલેશિયા , જૂબેર ભાઈ સોલંકી, ઝોન 12 પ્રભારી હેમુભા વાઘેલા, ઝોન 9 પ્રભારી ભરતસિંહ રાઠોડ,જિલ્લા પ્રમુખ મહેસાણા રાજેશભાઈ યોગી,જિલ્લા પ્રમુખ જુનાગઢ વલ્લભભાઇ પરમાર, જિલ્લા પ્રમુખ સુરત હકિમભાઈ વાણા, જિલ્લા પ્રમુખ અમદાવાદ હસમુખભાઇ પટેલ, જિલ્લા પ્રમુખ બનાસકાંઠા દિલીપભાઈ ત્રિવેદી, જિલ્લા પ્રમખ સાબરકાંઠા સંજયભાઈ દીક્ષિત, જિલ્લા પ્રમુખ પાટણ નાનજીભાઈ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ અધિવેશમાં રાજેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, સ્મૃતિભેટ દાતા રામ ભરોસે, મુકેશભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, જયેશભાઈ ગજ્જર, ચંદુભાઈ ગજજર, સુરેશભાઈ ગજ્જર, નિલેશભાઈ એચ. પટેલ, દશરથજી ઠાકોર ખાસ સહયોગી તરીકે યોગદાન આપ્યું હતું.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ શ્રી સમીરભાઈ દ્વારા કરાયું હતું..
રીપોટર.જયેશ ગજજર. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here