પ્રોફેસર કવિ વિવેચક સમાજ સેવક અને અને ઉમદા વ્યક્તિત્વ ના માલિક એવા પ્રોફેસર ડો. કુમાર જૈમિની શાસ્ત્રી સાહેબ ના જન્મદિવસની એના મિત્રો નવોદિત કવિઓની અને ગોધરાના સુજ્ઞજનો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં ગોધરા ખાતે આવેલ કલરવ સ્કૂલ માં નવોદિત કવિઓ દ્વારા પોતાની એક એક કવિતા રચના નું વાંચન પઠન , સંગીત સંધ્યા અને ગીત ગાન દ્વારા પંચમહાલ જીલ્લાના અને ગોધરા નગર ના નામાંકિત સજ્જનો . કવિઓ, લેખકો દ્વારા એક સુંદર સાંજ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગોધરાના ખ્યાતનામ કવિઓ લેખકો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કવિતા, ગીત, ગઝલ, અછાંદસ અને નવોદિત કવિઓની કૃતિઓના પઠન સાથે ડોક્ટર કુમાર જૈમિની શાસ્ત્રી ને જન્મદિન નિમિત્તે સુંદર સાંજ ની ભેટ કરવામાં આવી…..
આ સુંદર સાંજમાં નામાંકિત કવિઓ, સ્વરકારો,પ્રાધ્યાપકો, રોટરિયાન મિત્રો અને સ્વજનો દ્વારા શાસ્ત્રી સાહેબને શુભેચ્છા પાઠવવામાં આવી….કોરોના કાળ બાદ ની આ પ્રથમ પ્રત્યક્ષ મુલાકાતમાં સૌ સાહિત્ય રસિકોએ આ સુંદર સાંજને આનંદપૂર્વક માણી હતી.. છેલ્લે બધા મિત્રો અલ્પાહાર કરી છુટા પડ્યા
રિપોર્ટ ……..જીતેન્દ્ર ઠાકર