પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા, તાલુકા, શહેર સંગઠનના પદાધિકારીઓની બેઠક કાલોલમાં યોજાઇ

0
9

પંચમહાલ ની પાંચ વિધાનસભા માટે આપની એકતાનો મજબૂત પંચ બનાવી જનતાની વચ્ચે જઈએ. જનતા જીત અપાવવા તૈયાર છે: જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ

કાલોલ તાલુકા પ્રમુખ તરીકે ઉત્સવભાઇ પટેલ, કાલોલ શહેર પ્રમુખ તરીકે કૃણાલ બ્રહ્મભટ્ટ, અને હાલોલ શહેર પ્રમુખ તરીકે જયદેવસિંહ જાડેજાને નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા.

આજ રોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં કાલોલ તાલુકાના અલીન્દ્રા પાસે શ્રી રામનાથ સબમર્શિબલ પંપની ફેક્ટરી પર જિલ્લા, તાલુકા, શહેર સંગઠનના પદાધિકારીઓની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં ખુબ મોટી સંખ્યામાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝોન કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી, જિલ્લા ઉપ પ્રમુખ નૈષધભાઇ બારીઆ, જિલ્લા મહામંત્રી પ્રવિણભાઈ રાઠવા, જિલ્લા મહામંત્રી મુક્તિ જાદવ, જિલ્લા સહમંત્રી મહેન્દ્રસિંહ સોલંકી, ઘોઘંબા તાલુકા પ્રમુખ અર્જુનભાઈ બારીઆ, ગોધરા તાલુકા પ્રમુખ મનંતભાઇ પટેલ, મોરવા હડફ તાલુકા પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ સહિતના આગેવાનોએ ઉપસ્થિત સૌ પદાધિકારીઓને માર્ગદર્શન વક્તવ્ય આપ્યું હતું.
આજ રોજ નવા કાર્યકરો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કાલોલ તાલુકા પ્રમુખ, કાલોલ શહેર પ્રમુખ તથા હાલોલ શહેર પ્રમુખ ની નિયુક્તિ કરવામાં આવી અને જિલ્લા પ્રમુખ ના હસ્તે નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા હતા.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ આજે ઉપસ્થિત પદાધિકારીઓને કડક શબ્દોમાં અને ભારપૂર્વક સંગઠનની કામગીરી કરવા માટે અને જવાબદારી નિભાવવા માટે સંબોધન કર્યું હતું. અને સક્રિય કામગીરીમાં ઝડપ વધારવા તથા સમયસર કામ કરવા જણાવ્યું હતું. સાથે જણાવ્યું હતું કે, આ રાજકીય પક્ષ છે તેમાં નાન મોટા તમામ નાગરીક અને તમામ સમાજના નાગરિકોને પાર્ટીમાં જોડવાના છે તથા દરેક તાલુકામાં જિલ્લા પંચાયત બેઠક દિઠ દર અઠવાડિયે ઓછામાં ઓછી એક બેઠક ફરજીયાત કરવા જણાવવામાં આવ્યું. પંચમહાલ જિલ્લામાં ૩૮ જિલ્લા પંચાયત બેઠકો છે જો દરેક જિલ્લા પંચાયત બેઠક દિઠ અઠવાડિયામાં એક બેઠક થાય તો અઠવાડીયામાં આમ આદમી પાર્ટીની ૩૮ મિટિંગ થાય અને પંચમહાલ આમ આદમી પાર્ટી મય બની જાય તેવી સૂચક કામગીરી પણ આપવામાં આવી હતી. અને જણાવ્યું હતું કે,
શાસિત સરકાર કે પક્ષથી ડરો નહીં, ભ્રષ્ટાચારીઓ ખુદ ડરી રહ્યા છે એનો ભરપુર લાભ ઉઠાવો અને પ્રચાર પ્રસાર કરો. જનતાનો સાથ આપની સાથે છે. આજે ગુજરાતમાં વહીવટીતંત્ર નો ભરપુર દુર ઉપયોગ કરીને આપણને રોકવા પ્રયત્ન થઈ રહ્યા છે. વહીવટીતંત્ર ભલે સત્તાધારીઓને સાથ આપે પણ સામાન્ય જનતા આપની સાથે છે એ દેખાય છે.
આપના બંધારણીય હક્ક અને અધિકારો છીનવવા સત્તા, સત્તાધીશો અને ઘણા ઑફીસરો પણ કામ કરતાં દેખાય છે. તેઓની સામે પણ નૈતિક ધોરણે લડવું પડશે તેમ કહીં આગળના આયોજન વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી. તથા પંચમહાલ જિલ્લામાં બનાવેલી આયોજન સમિતિ, ફરિયાદ નિવારણ સમિતિ તથા મુખ્ય વક્તાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી.
જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા સહમંત્રી આસીફ બકકર, ફરિયાદ નિવારણ સમિતિના અધ્યક્ષ મનોજભાઈ જોષી, જિલ્લા સહમંત્રી સતીષભાઈ બારીઆ, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, જિલ્લા લધુમતી સમિતિના મહામંત્રી મુસ્તાકભાઇ શેખ, કાલોલ તાલુકા પ્રભારી જગદીશભાઈ પરમાર, જિલ્લા સહ સંગઠન મંત્રી પ્રવિણભાઈ વરીયા, ઝોન યુવા પ્રમુખ ભરતભાઇ રાઠવા, જિલ્લા એસવીએસ પ્રમુખ ધર્મેન્દ્ર સોલંકી, ગોધરા શહેર પ્રમુખ અજયભાઈ વસંતાની, જિલ્લા બક્ષીપંચ સમિતિના ઉપ પ્રમુખ અરવિંદભાઈ બારીઆ સહિતના જિલ્લા, તાલુકા અને શહેરના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા એસટી સમિતિના પ્રમુખ ભાણાભાઈ ડામોરે આભાર વિધિ કરી હતી.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here