પંચમહાલ …કાલોલ તાલુકાના કનેટિયા ગામમાં RSS દ્વારા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી

0
4

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કનેટિયા ગામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારતની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત અને પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારત માતા પૂજનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભારત માતા પૂજનના આ કાર્યક્રમમાં માનનીય જિલ્લા કાર્યવાહજી મનીષભાઈ ઓઝા, કાલોલ તાલુકા કાર્યવાહ રોનકભાઈ પંચાલ, નરેન્દ્રસિંહ ગોહિલ ધર્મ પ્રસાર પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ, અચલભાઈ જોશી કાલોલ નગર કાર્યવાહ, ચિરાગભાઈ જોશી, નરવતસિંહ વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

કનેટિયા મહાદેવ મંદિરના પાવન પ્રાંગણમાં ભારતમાતાનું પૂજન કરવાની સાથે ગામના શહીદ યુવાન એવા નિતેષસિંહ પરમારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સુંદર રંગોળી અને ફૂલો દ્વારા ભારતનું માનચિત્ર દોરવામાં આવ્યું હતું. જન્મભૂમિ માઁ ભારતીનું ઋણ ક્યારેય ચૂકવી શકાય તેમ નથી. જે માટીમાં આપણું બાળપણ વીત્યું છે, જે માટીમાંથી આપણે પોષણ મેળવ્યું છે તે માઁ ભારતની ગોદ છે અને જનની અને જન્મભૂમિ તો સ્વર્ગના સુખ કરતાં પણ ચઢિયાતી છે. રાષ્ટ્રપ્રેમની જ્યોત હંમેશા પ્રગટેલી જ રહે અને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય નિરંતર ચાલતું રહે તેવી ભાવના સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નરેન્દ્રસિંહ ગોહિલે ધર્મ અને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના, સામાજિક સમરસતા-એકતા, વ્યસન મુક્તિ, સ્વચ્છતા, આદર્શ નાગરિકની ફરજ જેવા વિવિધ વિષયો પર વક્તવ્ય રજૂ કર્યું હતું. નરવતસિંહ દ્વારા પણ ભારતીય સંસ્કૃતિ વિશે સુંદર વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. રોનકભાઈ પંચાલનું પણ પ્રસંગોચિત માર્ગદર્શન પ્રાપ્ત થયું. ભુપેન્દ્રસિંહ વકીલે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

કિરણસિંહ રાઠોડ અને ગામના યુવાનો દ્વારા કરવામાં આવેલા સુંદર આયોજનમાં ગામમાંથી બાળકો, યુવાનો, વડીલો અને બહેનોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ રહી. ઉપરાંત તાલુકા પંચાયત પ્રમુખશ્રી જયદેવસિંહ ઠાકોર, સભ્યશ્રી વિપુલભાઈ પરમાર પણ ઉપસ્થિત રહીને ભારત માતાનું પૂજન કર્યું.

देश हमें देता है सब कुछ,
हम भी तो कुछ देना सीखें।

રીપોર્ટ…….. જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here