પંચમહાલમાં શહેરા તાલુકામાં આવેલ શ્રી ઘનશ્યામ હાઇસ્કુલ ધામણોદ મા ગરબાનું આયોજન કરવામાં આવ્યું

0
8

પંચમહાલ

શહેરા તાલુકાની શ્રી ઘનશ્યામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ ધામણોદ સ્કૂલ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના શિક્ષિકા શ્રીમતી નીતાબેન બારૈયા ના દેખરેખ હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના શિક્ષકો હાર્દિક ભાઈ પંચાલ. જીતેન્દ્ર ઠાકર. ગણપત બારીયા. ચેતનાબેન પટેલ.જશોદાબેન ચૌહાણ. દ્વારા સમગ્ર ગરબા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. જેમાં ડીજે ના તાલે સ્કૂલના બાળકો ખૂબ ઉત્સાહથી અને ધામધૂમથી ગરબા રમ્યા. સ્કૂલના બાળકો દ્વારા ગરબાનું આયોજન કરવા માટે જણાવવામાં આવેલ હતું. જેમાં સ્કૂલમાં ગરબાનું આયોજન કર્યું. બાળકોએ ગરબામાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને ગરબા રમી ખુશખુશાલ થઇ ગયા. ગરબા રમતા પહેલા સૌ બાળકો એ માતાજીની આરતી કરી ગરબા રમવાનું શરૂ કર્યું હતું. જેમાં સ્કૂલના તમામ શિક્ષકો પણ બાળકો સાથે ગરબે જમ્યા હતા. સ્કૂલના પટાંગણમાં ગરબાનું આયોજન કરવાથી સ્કૂલના બાળકો માં ખુશી વ્યાપી ગઈ હતી

રિપોર્ટ….. જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here