પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે રાજકોટ પીજીવીસીએલ જુનિયર ઇજનેરની પરીક્ષા આપવા જતા ઉમેદવારોને શનિવારના રાત્રીના સમયે અટવાવાનો વારો આવ્યો હતો.દાહોદથી ગોંડલ જતી સ્લિપર કોચ બસ માં રાજકોટ જવા માટે ઓનલાઈન ટીકીટનૂ બુંકીગ કરાવામાં આવ્યુ હતુ.પણ જ્યારે નિર્ધારીત સમયે બસમા બેસવા પહોચ્યા ત્યારે એ બસ બંધ કરી દીધી હોવાનુ માલુમ પડ્યુ હતુ,જેના કારણે ઉમેદવારો ભારે મુઝવણના મુકાઈ ગયા હતા.મામલાની જાણ એસટીવિભાગને થતા અને પરિસ્થીતીની ગંભીરતા જોતા ગોધરા દ્વારા તાત્કાલિક રાજકોટ સુધીની બીજી બસ ફાળવામા આવી હતી.
હાલમા સ્પર્ધાત્મક પરીક્ષાઓનો સમય ચાલી રહ્યો છે.પણ પરીક્ષાઓમાં સમયસર પહોચવુ પણ જરૂરી છે.ગોધરા ખાતેથી રાજકોટ પીજીવીસીએલની જુનિયર ઈજનેર વિભાગની પરીક્ષા આપવા જતા
ઉમેદવારોને એસટી તંત્રની ઓનલાઇન ટેકનીકલી ભુલના કારણે બસ સ્ટેશનએ અટવાવાનો વારો આવ્યો હતો.ઉમેદવારોએ સ્લિપર કોચ બસ દાહોદથી ગોંડલ બસમા રાજકોટ જવા માટે ઓનલાઈન બુંકીગ કરાવ્યુ હતુ.આ બસ ૩૧ ડીસેમ્બર ૨૦૨૧સુધી બંધ ઓનલાઈન સાઈટ પર બંધ હોવાનુ બતાવતુ હતું.પણ જ્યારે ૧ જાન્યુઆરીના રોજનુ બુંકીગ કર્યુ તો તે થઈ ગયુ.જ્યારે ૨૫ જેટલા ઊમેદવારો રાત્રે ગોધરા બસ સ્ટેશન પહોચ્યા તો આ સ્લિપર કોચ પાછલા સમયથી બંધ હોવાનુ માલુમ થતા તેઓ ટેન્શનમાઁ આવી ગયા હતા.અને તે જ રૂટની એક્ષપ્રેસ બસ આવી તોતે આખી બસ બુકિંગ હતી.આથી ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો.અને જે બસ સાદી આવી હતી તે બસને પણ જવા ન દેતા મામલો ગંભીર બન્યો હતો.મામલાની જાણ એસટીના અધિકારીઓને થતા બસ સ્ટેશન ખાતે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.અને સ્પેશિયલ બસ ઉમેદવારો માટે રાજકોટ સૂધી દોડાવી હતી.જેની વ્યવસ્થા વિભાગીય નિયામક બી.આર.ડીડોર તથા ડેપો મેનેજર.કે.એ. પરમાર અને એટીએસ અજીતસિંહ પઠાણ સહિત સ્ટાફે વ્યવસ્થા કરી હતી.
રિપોર્ટર:જીતેન્દ્ર નાથાણી,ગોધરા (પંચમહાલ)