પાટણ ખાતે જુદા જુદા સેન્ટરોમાં અધીકારીઓએ અભિયાન નો પ્રારંભ કરાવ્યો..
પાટણ તા.૨૦
ગુજરાત સરકાર દ્વારા તંદુરસ્ત સમાજના નિર્માણને સાર્થક બનાવવા બાળકોને ન્યુમોનિયા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જે અનુસંધાને બુધવારના રોજ પાટણના સુભાષચોક ખાતે નાણાવટી પ્રાથમિક શાળા સમીપ આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાની ઉપસ્થિતિ વચ્ચે
ન્યુમોનીયા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લામાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાટણ ખાતે નાણાવટી સ્કુલની બાજુમાં આવેલ આંગણવાડી કેન્દ્ર તથા કોમ્પ્યુનીટી હોલ , રામનગર , બોરસણ સહિતના નિયત સ્થળો ઉપર ન્યુમોનીયા રસીકરણનો જુદા જુદા અધીકારીઓની ઉપસ્થિત વચ્ચે પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે , ૬ અઠવાડીયા બાદ બાળકોને પ્રથમ ડોઝ અને ૧૪ અઠવાડીયા બાદ બીજો ડોઝ અને નવ માસના બાળકને બુસ્ટર ડોઝ આપવામાં આવશે . સરકાર ના આ અભિગમને આવકારતા તેમણે જણાવ્યું હતું કે , તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સરકારે આ અભિયાન હાથ ધર્યું છે .
નોંધનીય છે કે કોરોના સમયે ન્યુમોનીયા થતો હોય છે ત્યારે બાળકોને આન્યુમોનીયા જેવા ઘાતક રોગથી સુરક્ષિત રાખવા સરકારે આ અભિયાનનું આયોજન કર્યું હોવાનું તેઓએ જણાવી સરકાર દ્વારા બાળકોને વિનામૂલ્યે આ રસી આપવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતુ. .