નિવાસી અધિક કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને વિકલાંગધારા અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ

0
2
 ઘી રાઇટસ ઓફ ૫ર્સન્સ વીથ ડિસેબીલીટીસ એકટ-૨૦૧૬ અંતર્ગત જીલ્લા કક્ષાની વિકલાંગઘારા અમલીકરણ સમિતિની બેઠક તા.૨૨/૧૦/૨૦૨૧ ના રોજ નિવાસી અઘિક કલેકટરશ્રીની અઘ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી.જેમાં વિકલાંગઘારો -૨૦૧૬ની વિવિઘ વિભાગો તરફથી થતી અમલવારી તથા સમાજ સુરક્ષા કચેરી દ્વારા થયેલ દિવ્યાંગ કલ્યાણલક્ષી યોજનાઓ જેમાં દિવ્યાંગ શિષ્યવૃતિ યોજના, દિવ્યાંગ સાઘન સહાય યોજના, દિવ્યાંગોને એસ.ટી.બસમાં મફત મુસાફરીની યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના, મનોદિવ્યાંગ પેન્શન યોજના તથા UDID કાર્ડ યોજનાની કામગીરીમાં થયેલ પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. દિવ્યાંગોની આર્થિક સહાયની યોજનામાં ૮૦ ટકાથી ઉ૫ર વિકલાંગતા ઘરાવતા તથા બી.પી.એલ. ૦થી૨૦ સ્કોર ઘરાવતા તમામ દિવ્યાંગજનોને આ યોજનાનો વઘુમાં વઘુ લાભ મળે તે માટે તથા દિવ્યાંગલક્ષી તમામ યોજનાઓનો વઘુ પ્રચાર પ્રસાર થાય તે માટે અઘ્યક્ષસ્થાનેથી સુચના આપવામાં આવી હતી. જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારી દ્વારા યોજનાકીય પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ડીઆરડીએ ડાયરેકટરશ્રી તબિયાર, સીડીએચઓ ડો. મીનાક્ષીબેન ચૌહાણ, સીડીએમઓ ડો. મયુરીબેન શાહ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વી.એમ.પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

રિપોર્ટર:જીતેન્દ્ર નાથાણી (પંચમહાલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here