હારીજ લોહાણા છાત્રાલય ખાતે આવેલ સ્વધાર ગૃહ વૃદ્ધ માજીનો આશરો બન્યો…માજી ને પરિવાર સુધી પોહચાડી માનવતા મહેકાવી…
હારીજ લોહાણા છાત્રાલય ખાતે આવેલ સવધાર ગૃહમાં નિરાધાર મહિલાઓને આશરો આપવામાં આવે છે તયારે મળતી માહિતી મુજબ તા.૨૭/૧૧/૨૦૨૧ ના રોજ પંચાલ તારાબેન નામની મહિલા નિરાધાર હાલતમાં ફરતી હોવાની માહિતી મળતાં સ્વધર ગૃહ હારીજ દ્વારા નિરાધાર મહિલાને સ્વધારગૃહમા આશ્રય આપી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતી મળતી માહિતી મુજબ વ્રુધ્ધ મહિલા જેમની ઉંમર આશરે ૬૦ વર્ષ તેઓ રાત્રી સમયમાં કડકડતી ઠંડીમા આ વ્રુધ્ધ મહિલાને સ્વધારગૃહમા આશ્રય આપેલ. વૃદ્ધ મહિલા ને સ્વધારગૃહમા આવેલ ત્યારે બહુજ ખરાબ હાલતમાં મળ્યા હતા સવધાર ગૃહ દ્વારા તેમની પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેઓ ચાણસ્મા તાલુકાના પિંઢારપુરાના વતની છે.જેમનો વાલી વારસામા ભત્રીજા સિવાય કોઇ નથી. જેમને સ્વધારગૃહમા તમામ સહાય આપેલ અને આશ્રય આપેલ.ત્યારબાદ તેમનુ પરામર્શન કર્યા બાદ તેમના ભત્રીજાનો સંપર્ક કરેલ. વારંવાર સંપર્ક કરવા છતા તેમને લઇ જવા તૈયાર નહોતા. ત્યારબાદ પરમાર અનિતાબેન દ્વારા વારંવાર ટેલિફોનિક કાઉન્સ્ર્લિંગ કરવામા આવતા તેમને લઇ જવા માટે તૈયાર થયેલ. તા.૨૯/૧૨/૨૦૨૧ના રોજ તેમના ભત્રીજા સાથે સુખદ પુન:સ્થાપન કર્યુ.
સ્વધારગૃહ ભારત સરકાર પુરસ્ક્રુત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્રારા પાટણ જીલ્લામાં “સ્વધાર ગ્રુહ”સેન્ટર, લોહાણા કન્યા છાત્રાલય, ગુંદીવાળો ખાંચો તા.હારીજ જી.પાટણ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં પાટણ જીલ્લાની પીડિત મહિલાઓને એકજ છત્ર નીચે કાયદાકીય સહાય, તબીબી સહાય , સરળતાથી મળી રહે તે હેતુ થી “સ્વધાર ગ્રુહ” સેન્ટર શરુ કરવામાં આવેલ છે.