નશો કરી ડ્રાઇવિંગ કરતા ચાલકો સામે જાદર પોલીસ ની લાલ આંખ

0
18

ઇડર..

દરામલી ચાર રસ્તા ખાતે પોલીસે પીકઅપ ડાલા ચાલકને દારૂ પીધેલી હાલતમાં પકડી ફરિયાદ નોધી

જાદર પોલીસ સ્ટેશનના પો.કો. જશવંતભાઇ તથા લોર ગૌરવકુમાર દરામલી ચાર રસ્તા પર વાહન ચેકીંગમા હતા.તે દરમ્યાન ઇડર તરફથી એક પીકઅપ ડાલા નં GJ 01 AU 9093 નો ચાલક પોતાની ગાડીને ભયજનક રીતે શંકાસ્પદ હાલતમાં ચલાવીને લઇ આવતા તે ગાડી ચાલકને ઉભો રખાવી તપાસ કરતાં પીકઅપ ડાલાનો ચાલક કેફી પીણુ પીધેલી હાલતમાં જણાતો હતો.જેથી પોલીસે નજીકમાથી બે પંચના માણસો બોલાવી તે ચાલકનુ નામ પુછતા ચાલકે પોતે પોતાનું નામ વિક્રમસિંહ સોમસિંહ રાઠોડ રહે મહુડી, તા. માણસા, જી. ગાંધીનગર નો હોવાનું જણાવ્યું હતું. ડાલા ચાલકને વગર પાસ પરમીટે દારૂ પીધેલી હાલતમાં ઝડપી ૩ લાખનુ પીકઅપ ડાલુ કબ્જે કરી જાદર પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.
ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here