નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક ખેંચતાંડ સરપંચ પરિષદના પ્રમુખને સસ્પેન્ડ કરતા ચકચાર ભાજપને જીતડવામાં અમારો સરપંચોનો સિંહ ફાળો એવું કહી નિરંજન વસાવારોષ વ્યકત કર્યો.
બોક્સ-નર્મદા જિલ્લામાં ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો ભાજપ સરપંચ પરિષદના પ્રમુખને જિલ્લા ભાજપ પ્રમુખદ્વારા દવારા એકાએક સસ્પેન્ડ કરી દેતા સરપંચ પરિષદ અને ભાજપ પર ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાની ચીમકી-નિરંજન વસાવા
નર્મદા જિલ્લાના સરપંચ પરિષદના પ્રમુખ નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ સાહેબ શ્રી સોશિયલ મીડિયામાં આપની સહી વાળો જે લેટરપેડ વાળો પત્ર વાયરલ થઇ રહ્યો છે એની સ્પષ્ટતા કરવા બાબત કે આપ શ્રી એ અમોને કઈ બાબતે સોશિયલ મીડિયામાં જે લેટરપેડ તમારી સહી વાળો વાયરલ થઇ રહ્યો છે એનો અમો તમામ જિલ્લાના સરપંચ શ્રી ઓને ખુલાસો કરો કે કયા કારણોસર તમે નિરંજનભાઇ વસાવા અને મહેશભાઈ વસાવાને સસ્પેન્ડ કર્યા છે જો આનો ખુલાસો તમે નહીં આપો તો અમે ઉચ્ચ કક્ષાએ આની રજૂઆત કરીશું અને પાર્ટીની અંદર શું ચાલી રહ્યું છે એ બાબતે પણ અમે વિગતવાર રજૂઆત કરીશું કેમ કે ભારતીય જનતા પાર્ટી જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માં જે ભવ્ય વિજય મેળવ્યો છે એમાં જિલ્લાના તમામ સરપંચશ્રીઓ નું ખુબ મોટુ યોગદાન અને એમનો સિંહફાળો છે તો આજે પાંચે પાંચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બની છે અને સરપંચ પરિષદ ગુજરાત દ્વારા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચશ્રીઓ ભાઈઓ બહેનોની શુભેચ્છા મુલાકાત રાખવામાં આવી એમાં નાંદોદ તાલુકાના 66 ગ્રામ પંચાયતો માંથી 53 સરપંચશ્રીઓ જોડે શુભેચ્છા મુલાકાત થઇ એમાં કઈ જગ્યા પર આપ ને એવું લાગ્યું કે અમે સરપંચશ્રીઓ પાર્ટી વિરોધી કાર્ય કરી રહ્યા છે તો એનો અમને સરપંચ શ્રી ઓને આનો ખુલાસો કરો કે અમે પાર્ટી વિરોધી કાર્ય કરી રહ્યા છે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ એ તો જગજાહેર જ છે પણ છેલ્લા ચાર વર્ષ થી નર્મદા જિલ્લામાં સરપંચ પરિષદ જે હર હંમેશ પ્રજાનાહિત બાબતે ના કાર્યો કરીએ છીએ અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ લક્ષી ગામના દરેક વ્યક્તિઓને સરકારશ્રીની દરેક યોજનાઓનો દરેક ઘરે ઘર સુધી લાભ મળે એ માટે માહિતગાર કરીએ છીએ તો આપ સાહેબ શ્રી ને અમારા સરપંચ શ્રીઓ તરફથી નમ્ર વિનંતી છે કે પાર્ટી વિરોધી જે કાર્ય કર્યું હોય એ બાબતે અમને સ્પષ્ટતા કરો એવી આપ શ્રી ને અમારા જિલ્લાના તમામ સરપંચશ્રીઓ તરફથી આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી છે🙏🙏🙏
ધર્મેન્દ્રભીલ બીજી ન્યૂઝ નર્મદા