બુટભાવાની મંદિરમાં દૂર દૂરથી દર્શન કરવા આવતા યાત્રિકો તેમજ ગામના લોકોને બંધ પડેલા ATMથી મુશ્કેલી વેઠવા બન્યા મજબૂર.ગામ લોકો દ્વારા યુનિયન બેંકના મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાં “જૈ સૈ થે વૈસે” જેવી સ્થિતિ ATM મશીન બંધ હોવાથી ગામના લોકોને પૈસા ઉપાડવા માટે ૧૫ કિમી દુર જવુ પડતું હોય છે.ગામલોકો અને યાત્રિકોની રજુઆતને ધ્યાનમાં લઈને સત્વરે બંધ અેટીઅેમ મશીન ચાલુ કરે તેવી પ્રબળ માંગ કરી હતી… અરણેજ ગામે બુટભવાની મંદિર આવેલા યનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મુકાયેલું ATM છેલ્લા બે વર્ષથી મશીનનું ફીટીંગ કરી દેવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા ઘણાં સમયથી બેંકના જવાબદાર કર્મચારી દ્વારા અજદિન સુધી આ અેટીઅેમ મશીન ચાલુ કરવામાં આવ્યું નથી.તો આ મશીન ચાલુ કરવા કોની રાહ જોવાઈ રહી છે…??અે મોટો પ્રશ્ન લોકોના મનમાં સવાલ ઉભો કર્યો છે.અેક બાજુ અહીંના ગ્રામજનો તથા માં બુટભવાની મંદિરમાં આવેતા યાત્રાળુઓ આ બંધ પડેલા શોભાના ગાંઠિયા સમાન એટીએમ મશીન જોઈને નિશાશો નાખે છે.પૈસા ના ઉપાડી શકતા મુશ્કેલીનો સામનો કરવો પડે છે.અચાનક કોઈ યાત્રાળુ અથવા ગ્રામજનોને પૈસાની ત્તાતકાલિક જરૂરિયાત ઊભી થાય તો અહીંયા થી ૧૫ કિલોમીટર દૂર જવું પડતું હોય છે.બંધ પડેલા એટીએમ મશીન ને બેંક મેનેજર તેમની જવાબદારી સમજીને જલ્દી ચાલુ કરાવે અેવી યાત્રાળુઓ અને ગ્રામજનો ની માંગ છે.વારંવાર રજૂઆત કરવા છતાં બેંકના મેનેજર તરફથી કોઈ સંતોષકારક જવાબ મળતો નથી.આ એટીએમ મશીન ચાલુ કરવા માટે ગ્રામજનોની તથા યાત્રાળુઓને ઉગ્ર માંગ છેતો આ બાબતે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા ગામ લોકોની માંગણીને સંતોષવા અેટીઅેમ મશીન જેમ બને તેમ વહેલી તકે ચાલુ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે… રિર્પોટ:- સહદેવસિંહ