ઇડર..
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ યોજવા જઇ રહી છે ક઼વીઝ સ્પર્ધા
વિદ્યાર્થીઓ માટે રૂપિયા એક કરોડ ના ઇનામો જીતવાની તક
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા ધોરણ ૯ થી ૧૨ મો અભ્યાસ કરતા બાળકો માટે સ્ટેમ સાયન્સ ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ કવીઝ સ્પર્ધા આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધા સૌપ્રથમ ઓનલાઈન ના માધ્યમથી જિલ્લા લેવલે અને ત્યારબાદ ફેબ્રુઆરી 2022 ના ગુજરાત સાયન્સ સિટી ખાતે ગ્રાન્ડ ફિનાલે યોજાશે જેમાં ટોચના બે હજાર વિદ્યાર્થીઓને ગુજરાત સાયન્સ સિટી ખાતે નિશુલ્ક ટુર કરાવામાં આવશે અને વિજેતા વિદ્યાર્થીઓને કરોડોના ઇનામ આપવામાં આવશે, સ્પર્ધામાં એક શાળામાંથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે જેમાં ભાગ લેવા માટે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ 19/1/ 2021 છે. રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓની સમજણ માટે સોફ્ટ કોપીમાં પ્રશ્નબેંક આપવામાં આવશે. સાબરકાંઠા જિલ્લામાંથી ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓને આ ક્વિઝ વિશે વધુ માહિતી મેળવવા માટે પ્રમુખસ્વામી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, બડોલી સાબરકાંઠાના સંવાહક દિપકભાઈ પટેલ તથા પ્રોગ્રામ ઓફિસર અનિલભાઈ પંચાલ નો સંપર્ક કરવા જણાવાયું છે.
ઇડર…