ધોબી નાં વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ એ ગ્રાહક નાં કપડાં માથી નિકળેલા રૂ.5 હજાર પરત કયૉ..

0
13

પાટણ તા.18
આજના બદલાતા યુગમાં લોકોના વિચાર પણ બદલાયા છે.અવાર નવાર વર્તમાન પત્રોમાં લોકો સાથે થતી છેતરપીંડીના અનેક બનાવો બનતા હોય છે.ત્યારે આવા કપરા સમયમાં પાટણમાં એક રોજિંદા મજૂરી કામ કરતા કારીગરે માનવતા મહેકાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પાટણ શહેરના શિવનગર સોસાયટી સામે આવેલ ગુજરાત વોશીંગમાં ધોબી કામ કરતા રફિકભાઈ હુસેનભાઇ ધોબી જે વર્ષોથી ધોબી કામ કરે છે.ત્યારે ગતરોજ શહેરની રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા વણકર હસમુખભાઈ અમરાભાઇ જેઓએ પોતાના કપડા વોશિંગ માટે આપ્યા હતા. ત્યારે તેમના ખિસ્સામાં પાંચ હજાર રૂપિયા રહી ગયા હતા.જ્યારે રફીકભાઈ ધોબી પોતાના નિત્યક્રમ મુજબ કપડાં વોશ કરતા હતા.ત્યારે આ વડીલના ખીસ્સામાં રહેલા પૈસા તેમના હાથમાં આવ્યા હતા.જે ગણતા 5 હજાર રૂપિયા ખિસ્સામાંથી મળ્યા હતા પરંતુ આ પૈસામાંથી એક પણ રૂપિયાની પણ લાલચ રાખ્યા વગર મૂળ માલિક હસમુખભાઈ વણકરને ટેલિફોનિક જાણ કરી હતી અને પોતાના પૈસા સુરક્ષિત હોઇ આવીને લઈ જવા જણાવ્યું હતું.જેને લઇને હસમુખભાઈ વણકર દુકાને પહોંચ્યા હતા.જ્યાં રફીકભાઈ ધોબીએ તેમને પુરા 5 હજાર રૂપિયા પરત કરી માનવતા મહેકાવી હતી.તેમની આ સરાહનીય કામગીરીને હસમુખભાઈ એ બિરદાવી હતી.આજના બદલાતા યુગમાં આવા ઉદાહરણ ભાગ્યેજ ક્યાંક જોવા મળતા હોય છે. ત્યારે આવા સમયે રોજીંદુ કામ કરીને જીવન ગુજારતા પાટણના રફીકભાઈ ધોબી એ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here