ધાનપુર ની દુધામલી પ્રાથમિક શાળામાં યોગ શિક્ષણ ની તાલીમ યોજાઈ.

0
8
        જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરીત અને ડાયટ દાહોદ દ્વારા આયોજીત ધાનપુર તાલુકાના તમામ ક્લસ્ટરના પ્રાથમિક વિભાગના બે શિક્ષકો તથા  માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના એક શિક્ષક એમ ક્લસ્ટર દીઠ ૩ શિક્ષકોની યોગ શિક્ષણની તાલીમ ધાનપુર તાલુકાના લાઈઝન અધિકારી ડાયટ દાહોદના આર.કે.પટેલના સુંદર માર્ગદર્શનપણા હેઠળ તથા ડુમકા ક્લસ્ટરના સી.આર.સી.કો ઓર્ડીનેટર ચિરાગકુમાર નાયી અંને પીપેરો ક્લસ્ટરના સી.આર.સી.કો ઓર્ડીનેટર રાજેશભાઈ બારીયાના વર્ગ સંચાલનપણા હેઠળ ત્રિદિવસીય તાલીમ ધાનપુર તાલુકાની દુધામલી પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી. જેમાં તજજ્ઞ તરીકે પ્રતાપસિંહ મેડા તથા બાબુભાઇ બારીઆ તથા મહાવીરસિંહ સોલંકી તથા નવલસિંહ ખાબડે યોગ શિક્ષણની તાલીમ આપી હતી. ડાયટ દાહોદના આર.કે.પટેલે નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ માં બાળકોના સર્વાંગી વિકાસ માટે બાળકોને પાયાનું જ્ઞાન અને કૌશલ્ય કેળવવા માટે યોગને વિષયવસ્તુ સાથે જોડાણ છે તેથી યોગ દ્વારા જીવંત શિક્ષણ આપવા તથા શાળાના તમામ શિક્ષક સ્ટાફને યોગ સાથે જોડી બાળકોને યોગ દ્વારા અનુભવ શિક્ષણ આપવા ખુબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. તજજ્ઞોએ યોગની પરિભાષા, યોગની સુક્ષ્મ કિ્યાઓ, મુદ્રીકાઓ,આસન, સુર્ય નમસ્કાર, પ્રાણાયામ,દેશી રમતોની પા્યોગિક રીતે તાલીમ આપી હતી.      

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here