કસુરવારને કડક સજાની માંગ:
બન્ને ઘટનાને હિન્દૂ સંગઠને વખોડી કસુરવારને કડક સજા કરવા માંગ કરી
શેરગઢમાં યુવતી પર હિંચકારો હુમલો જ્યારે ધંધુકામાં યુવાનની હત્યા કરાઈ હતી
પાટણના રાધનપુર તાલુકાના શેરગઢ ગામે યુવતી પર હિંચકારો હુમલો તેમજ ધંધુકામાં કિશન ભરવાડની હત્યાને લઈ રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાટણના સિદ્ધપુરમાં હિન્દૂ સંગઠનોએ આ બે ઘટનાને લઈ બાઈક રેલી યોજી હતી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કસુરવાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
શેરગઢ ગામે રહેતા ચૌધરી પરિવારની યુવતી પર વિધર્મી યુવાને છરી વડે હિચકારો હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ધંધુકામાં ભરવાડ સમાજના યુવાનની વિધર્મીઓએ ગોળી મારી હત્યા કરી હતી. જેને લઈ સિદ્ધપુરમાં હિન્દુ સંગઠનોએ સુત્રોચ્ચાર સાથે બાઈક રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. સિદ્ધપુરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આયોજીત આ રેલીમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા. તેમજ આવેદન પત્રમાં કસુરવાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
રીપોટર. કમલેશ પટેલ પાટણ