જાદર પોલીસ સ્ટેશનના હેકો ચિન્ટુસિહ તથા GRD રમેશભાઇ જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમ્યાન ઇડર થી વલાસણા હાઇવે રોડ ઉપર આવેલ દેશોતર ગામના સ્ટેન્ડ પાસે જતા એક ઇસમ ગલ્લાઓની પાછળ લપાતો છુપાતો જણાતા પોલીસને તે ઇસમ પર શક જતા તે ઇસમને દુકાનો પાછળથી સંતાયેલ હાલતમાં કોડૅન કરી પકડી પાડી નજીકમાથી બે પંચોના માણસો બોલાવી પંચો રૂબરૂ તે ઇસમનુ નામ પુછતા તે ઇસમે પોતાનું નામ કાંતીલાલ ગુજરાભાઇ ખેર રહે રાજસ્થાનનો હોવાનુ જણાવેલ પોલીસે તે ઇસમને રાત્રીના સમયે દુકાનો પાછળ સંતાવાનુ કારણ પુછતા તે ઇસમે કોઇ સંતોષકાર જવાબ ન આપી ગલ્લાતલ્લા મારતો જવાબ આપતા પોલીસે તેને કોઇ ગુન્હો કરવાના ઇરાદે દુકાનો પાછળ છુપાતો પકડી પાડી તેના વિરુદ્ધ જીપીએક્ટ કલમ ૧૨૨ સી મુજબ કાયદેસર જાદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોધવામા આવ્યો હતો