
કલોલમાં ગૃહમંત્રી અમીત શાહ ધ્વારા વિકાસના કામોનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. કલોલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના બે કરોડના ખર્ચે નવનિર્મિત કાર્યાલય ઉદ્દઘાટન તેમજ પાનસર-છત્રાલ રોડ પર રૂ. ૩૪.૯૨ કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબીજનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીની સાથે રાજ્યના મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જોડાયા હતા. એ.પી.એમ.સી.ના નવા મકાનનું ઉદ્દઘાટન કરી ત્યાં સભાનો કાર્યક્રમ રદ કરી કર્યા હતો અને તેઓ કોલવડા રસીકરણ કેન્દ્રના કાર્યક્રમમાં જવા રવાના થયા હતા.
પાનસર-છત્રાલ નજીક અમદાવાદથી દિલ્હી સુધીમાં ડીએફસીસી યોજના હેઠળ પેસેન્જર ટ્રેઈન અને માલવાહક ટ્રેઈન મળીને કુલ ચાર ટ્રેક પર ટ્રેઈન ચલાવવાની યોજના છે. હાલમાં ૧૮ થી ૨૦ વખત ફાટક બંધ કરવામાં આવે છે.
પરંતુ આ રૂટ પર હવે રૂ. ૩૪.૯૨ કરોડના ખર્ચે રેલવે ઓવરબીજ બની જતાં હવે ફાટક બંધ કરવાની પરેશાનીનું નિવારણ થવા સાથે લોકોના સમય અને ઈંધણની પણ બચત થશે. આ ફાટક કેન્દ્ર સરકારના રેલવે વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા ૫૦-૫૦ ટકા કોસ્ટ શેરીંગ મુજબ કરવામાં આવ્યું છે. પાનસર રેલવે ઓવરબીજનું ઉદ્દઘાટન કર્યા બાદ તેઓએ કલોલ
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યું હતું. નોંધવાનું રહે કે, કલોલ તાલુકાના આશરે ૬૮-૭૦ ગામોના ખેડુતો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી, કલોલ માર્કેટયાર્ડમાં પોતાની ખેતપેદાશોના વેચાણ અર્થે આવે છે. આ માર્કેટમાં વાર્ષિક ૫૮૩૮ લાખની ખરીદ-વેચાણ થાય છે. માર્કેટ યાર્ડના કામકાજ અર્થે રૂ. ૨ કરોડના ખર્ચે કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રેલવે ઓવરબ્રીજ અને પોતાનો ગાંધીનગર સંસદીય મતવિસ્તારના દેશના મોડેલ તરીકે વિકસાવવાની તેઓએ નેમ લીધી છે. ચૂંટણી જીત્યા પછી તેઓએ મહાત્મા મંદિર ખાતે મતદારોના આભાર કાર્યક્રમમાં ઉક્ત ખાત્રી આપી હતી. તેઓ પોતાના મતવિસ્તારના વિકાસ માટે સતત વિચારશીલ રહે છે અને એ આ રીતે પણ પોતાના મતવિસ્તારની એક યા બીજી રીતે મુલાકાત લેતા રહેતા હોવાનું જણાય આવે છે.
ગૃહમંત્રી અમીત શાહની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી
નીતિનભાઈ પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા જોડાયા હતા. કલોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પૂર્વ ચેરમેન અને કલોલના પૂર્વ ધારાસભ્ય ડૉ. અતુલભાઈ પટેલ તથા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન નવિનચંદ્ર પટેલ તથા નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલ, તથા ભાજપના આગવાન અને પાટણ જિલ્લા પ્રભારી ગોવિંદભાઈ પટેલ તથા કલોલ શહેર ભાજપ પ્રમુખ જે.કે. પટેલ, કલોલ નગરપાલિકા ના કાઉન્સિલર તેમજ હોદ્દેદારો,
તાલુકા ભાજપ પ્રમુખ કીરીટભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.