દેવ ચકલી લીલા વૃક્ષ પર બેસતા ચોમાસા દરમ્યાન વરસાદ સારો થશે તેવો વર્તારો

0
8

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આદિવાસી સમાજના વર્ષો જુના રીતી-રીવાજ મુજબ દેવ ચકલી લીલા વૃક્ષ પર બેસતા ચોમાસા દરમ્યાન વરસાદ સારો થશે તેવો વર્તારો જોવા મળતા ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના વેજપુર ગામની વેજપુર ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ મોનિકબેન સચિનભાઈ બરંડા,પુર્વ પ્રમુખ ભિલોડા તાલુકા પંચાયત અમરતભાઈ અળખાજી બરંડાએ
ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે દેવ ચકલીને ધી ગોળ ખવડાવી વિધિ વિધાન પુર્વક શ્રદ્ધા ભેર પુજન અર્ચન કરીને ઉડાડતા દેવ ચકલી લીલા વૃક્ષ પર બેસતા આગામી વર્ષ એકંદરે ચોમાસા દરમ્યાન વરસાદ સારો થશે
તેવો વર્તારો જોવા મળતા ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here