પાટણ જિલ્લા ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે આવેલા અતિ પૌરાણિક લીંમજા માતાજીના મંદિરમાં ગુરુવારે બપોરે ૧:૦૦ ગુજરાતની સુપ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારી તેમના યુનિટ સાથે આરતી નું શૂટિંગ કરવા માટે આવતાં દેલમાલ ગામ ના લોકો મોટી સંખ્યામાં લીંમજા માતાજીના મંદિર ખાતે શૂટિંગ જોવા માટે ઉમટી પડતાં કોરોના ના હાલની સ્થિતિમાં પણ લોકોની મોટી ભીડ એકઠી થઈ હતી. મંદિરના ગર્ભગૃહમાં આરતી નું શૂટિંગ કરાયા બાદ લોકોની ભીડ વચ્ચે અને સોશિયલ નું પાલન કર્યા વિના મોઢે માસ્ક પહેર્યા વિના મોટી સંખ્યામાં બેઠેલા લોકોની વચ્ચે કોરોના ની ડર ની એસીતેસી કરીને લોક ગાયિકા આવી પહોંચ્યા હતા.
ગુજરાત સહિત ચાણસ્મા તાલુકામાં કોરોના સંક્રમણ નો ભરડો દિવસેને દિવસે વધી રહ્યો છે. ચાણસ્મા તાલુકામાં છેલ્લા બે દિવસમાં એસી થી વધારે કોરોના સંક્રમણ ના કેસો હોવા છતાં પણ આયોજક દ્વારા લીંમજા માતાજીના મંદિરમાં પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતા રબારી ને આરતી નું શૂટિંગ કરાવી મોટી લોકોની જનમેદની ભેગી કરી જાણે કોરોના ને આમંત્રણ આપતા હોય તેવુ સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું. અને લોકોની ભીડમાં કોઈ પણ લોકોએ કે આયોજક દ્વારા પણ મોઢે માસ્ક બાંધવાની કે સોશિયલ ડીસન્ટ સેનેટ રાઈઝર એવી કોઈ વ્યવસ્થા ન જોવા મળતા જાણે કોરોનાનો ડર ન રહી હોય તેવું જોવા મળી રહ્યું હતું.
આરતી શૂટિંગના આયોજક અમિતભાઈ રબારીએ જણાવ્યું હતું કે અમે આરતી ના શૂટિંગ માટે પુરાતત્વ વિભાગમાંથી મંજૂરી લાવ્યા છીએ તેમ જણાવ્યું હતું.
મામલતદાર શું કહે છે?
ચાણસ્મા મામલતદાર નીતિનભાઇ પાલે જણાવ્યું હતું કે કોઈપણ પૌરાણિક મંદિર ભારત સરકારના પુરાતત્વ વિભાગના હસ્તક વહીવટ હોય ત્યારે પુરાતત્વ વિભાગ શૂટિંગ કે અન્ય કાર્યક્રમોની મંજૂરી આપતા હોય છે.
જો સામાન્ય કોઈ લોકો ધાર્મિક કે લગ્ન કરે ત્યારે કોરોના ની ગાઈડલાઈન મુજબ કરવું અથવા સરકારના કેટલાક પ્રતિબંધો હોય છે જ્યારે ગુજરાતના સેલીબ્રીટી કે લોકો કલાકાર જ્યારે શૂટિંગ કરવા માટે આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે લોકોની ભીડ થતી હોય છે. દેલમાલ ખાતે પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતા રબારીનું શૂટિંગ જોવા માટે મોટી જનમેદની એકઠી થયેલ સરકાર દ્વારા આવા લોકો પ્રત્યે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.