શ્રી કરછ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ દ્વારા સંચાલિત , લેકાવાડા ગાંધીનગર ખાતે 100 દિકરીબાને રહેવા , જમવા અને વાંચનાલયની અદ્યતન સુવિધાપૂર્ણ “બા શ્રી હંસાબા ચંદનસિંહજી રાજપૂત કન્યા ભવન”નું ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બલવંતસિંહ રાજપૂતના શુભ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેઓએ જણાવ્યું કે દીકરીઓ શિક્ષિત અને પગભર થાય એ દરેક સમાજની પ્રાથમિક ફરજ છે. તેઓએ આ કન્યા ભવનના નિર્માણ માટે રૂપિયા ૫૧ (એકાવન) લાખનું માતબાર અનુદાન પણ આપ્યું.આ પ્રસંગે પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજા, પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, અનિરુદ્ધસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ પરમાર, ગોકુલ એગ્રી ઇન્ટરનેશનલ લિમિટેડ ના એમડી ધર્મેન્દ્રસિંહ રાજપૂત, અશોકસિંહ પરમાર, રમજુભા જાડેજા , અન્ય દાતાશ્રીઓ તેમજ સમગ્ર ગુજરાતમાંથી રાજપૂત સમાજના અગ્રણી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા.