પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મિઠાઈ,ફરસાણ અને દુધની બનાવટો નાં યુનિટ પર રેડ કરાઈ..
દરેક યુનિટો ઉપરથી સેમ્પલ લઇ તેનાં પૃથક્કરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા..
તંત્ર ની આક્સ્મીક તપાસ ને લઈ ભેળ સેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં ભેળ સેળીયા વેપારી તત્વોમાં ફફડાટ ફેલાયો..
પાટણ તા.૨૬
પાટણ સહિત સમગ્ર જિલ્લામાં પાટણ તા.૨૬
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આગામી દિવાળી નાં પવૅને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી પાટણ દ્વારા જુદી જુદી ત્રણ ટીમો બનાવી જિલ્લામાં ચાલતા મિઠાઈ,ફરસાણ અને દુધની બનાવટો નાં યુનિટ ઉપર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતા ભેળ સેળ કરી ખાદ્યસામગ્રી માં બનાવટ કરનાર ભેળ સેળીયા વેપારી તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આ બાબતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ની કચેરી પાટણના સુત્રો તરફથી મળતી હકીકત મુજબ આગામી દિવાળી નાં તહેવારો ને અનુલક્ષીને લોકો નાં આરોગ્યને ધ્યાનમાં રાખીને પાટણની ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કચેરી દ્વારા જુદી જુદી ત્રણ ટીમો બનાવી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કાયૅરત મિઠાઈ,ફરસાણ અને દુધની બનાવટો નાં યુનિટ ઉપર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લા ચાલતાં આવા યુનિટો ઉપરથી મિઠાઈ ફરસાણ અને દુધની બનાવટો નાં સેમ્પલ મેળવી સરકારી લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પાટણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ની ટીમ દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દિવાળી પૂર્વ ને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવેલ આકસ્મિક તપાસ કામગીરી નાં કારણે મિઠાઈ ફરસાણ અને દુધની બનાવટો માં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં ભેળ સેળીયા વેપારી તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પાટણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ત્રણ અલગ-અલગ ટીમો માં એમ.એમ.પટેલની ટીમ દ્વારા પાટણ, ચાણસ્મા, સિધ્ધપુર, રાધનપુર અને સાંતલપુર ખાતે નાં વિવિધ યુનિટો ઉપરથી આકસ્મિક તપાસ હાથ ધરી લુઝ ઘી,લુઝ દેવડા,ભારત હોન્સ ઘી,ભારત ગોલ્ડ મિલ્ક, જલેબી, ફાફડા, પેંડા, કાજુ કતરી, મોહનથાળ નાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. તો એચ બી.ગુજૅર ની ટીમ દ્વારા પાટણ, સરસ્વતી અને હારીજ ખાતે નાં જુદાં જુદાં યુનિટો ઉપરથી ની,દુધ, ફાફડા, જલેબી અને છાસ નાં સેમ્પલ લેવામાં આવ્યા હતા.જયારે યુ.એચ.રાવલ ની ટીમ દ્વારા પાટણ, સિધ્ધપુર, રાધનપુર અને સાંતલપુર વિસ્તારના વિવિધ યુનિટો ઉપરથી છાસ,ઘી, મિક્સ મિલ્ક, ફાફડા,જલેબી,મગદળ,કાજુ કતરી, પેંડા,બરફી અને ગોપાલ ઘી નાં સેમ્પલ લેવામાં આવ્યા હતા.
પાટણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ની ઉપરોકત ત્રણેય ટીમો દ્વારા લેવામાં આવેલા નમુનાઓ પૃથક્કરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.